Parineeti-Raghav Love Story: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની લવ સ્ટોરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ પોતાના સંબંધો સ્વીકાર્યા નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને એકબીજાની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે જેને લઈને તેમના સંબંધો ચર્ચામાં છે. જો કે જ્યારથી આ લવ બર્ડ્સ એકબીજાની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે ત્યારથી એક પ્રશ્ન મોટા ભાગના લોકોના મનમાં ઊભો થાય છે કે પરિણીતી અને રાઘવ એકબીજાને કેવી રીતે મળ્યા અને તેમની લવસ્ટોરીની શરુઆત કેવી રીતે થઈ ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આર્યન ખાન પિતા શાહરુખને પણ નથી આપતો સસ્તા કપડા, વસુલે છે પુરી કિંમત


ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, ફુકરે 3 સહિત આ ફિલ્મોની બદલી રિલઝ ડેટ


સલમાનની ટાઈગર 3માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા


આજે તમને આ પ્રશ્નનો જવાબ આપીએ. રાઘવ અને પરિણીતી એકબીજાને કોલેજના સમયથી ઓળખે છે. અભિનેત્રી પરિણીતી ચોપરા લગભગ 15 વર્ષ પહેલા યુકેમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં બિઝનેસ, ઈકોનોમિક્સ અને ફાઈનાન્સનો ડિગ્રી કોર્સ કરી રહી હતી. ચર્ચાઓ છે  કે રાઘવ ચઢ્ઢા પણ તે જ સમયે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા. બંનેની ઓળખાણ તે સમયની છે. બંનેની મુલાકાત યુકેમાં થઈ હતી અને ત્યાર પછીથી બંને એકબીજાને ઓળખવા લાગ્યા. 


વિદેશમાં તો ફક્ત ઓળખાણ થઈ હતી. બંનેની લવસ્ટોરીની શરુઆત ભારતમાં થઈ હતી.  રાઘવ અને પરિણીતીની લવસ્ટોરીની શરુઆત ગત વર્ષે શરૂ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  પરિણીતીની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. પરિણીતી પંજાબમાં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'નું શૂટિંગ કરી રહી હતી અને એક મિત્ર તરીકે રાઘવ ચઢ્ઢા પરિણીતીને મળવા ત્યાં પહોંચ્યા હતા. ત્યારપછીથી બંને એકબીજાની નજીક આવ્યા. 


ઉલ્લેખનીય છે કે બંનેએ હાલ પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યારેક ડિનર પર, ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ તેઓ આઈપીએલ મેચ જોવા પણ પહોંચ્યા હતા. જે રીતે બંને એકબીજાની સાથે જોવા મળે છે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે કે બંને ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.