પઠાણે પહેલા દિવસે બનાવી દીધા 10 નવા રેકોર્ડ્સ, બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ
Pathaan Records: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મએ ઈતિહાસ રચી દીધો છે. પઠાણે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણીની સાથે-સાથે 10 નવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યાં છે.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે ગજબની શરૂઆત કરી છે. ફિલ્મના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર ધમાકો કરી દીધો છે. જી હાં, ફિલ્મ ફિલ્મએ પહેલા દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નોંધનીય છે કે પઠાણના હિન્દી વર્ઝને 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો બે કરોડ રૂપિયાનો કારોબાર ડબ્ડ વર્ઝન દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મએ દુનિયાભરમાં 10 નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે...
બની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ
પઠાણ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા રેકોર્ડ ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોર (53.35 કરોડ રૂપિયા) ના નામે હતો. આ સાથે હિન્દી ભાષી રાજ્યોમાં પઠાણ સૌથી વધુ કલેક્શન કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ પહેલા અભિનેતા યશની ફિલ્મ કેજીએફ 2 (53.95 કરોડ રૂપિયા) ના નામ પર રેકોર્ડ નોંધાયેલો હતો.
આ પણ વાંચોઃ રાજેશ ખન્નાએ કરી હતી પત્ની સાથે મારઝૂડ, એક સમયે કરવા માંગતા હતા આત્મહત્યા
નામે કર્યો આ રેકોર્ડ
નોંધનીય છે કે હંમેશા ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મને કોઈને કોઈ તહેવાર કે લોન્ગ વીકેન્ડની આસપાસ રિલીઝ કરે છે. પરંતુ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ પઠાણ વીકડેઝ પર રિલીઝ કરી છે. તેમ છતાં ફિલ્મએ ધમાકેદાર કમાણી કરી છે. રસપ્રદ વાત છે કે પઠાણે નોન-હોલીડે પર રિલીઝ થનાર તમામ ફિલ્મોથી વધુ કલેક્શન કર્યું છે.
યશ રાજની ફિલ્મ્સની સૌથી વધુ બોક્સ કલેક્શન કરનારી ફિલ્મ
અત્યાર સુધી યશ રાજ ફિલ્મ્સની બે ફિલ્મોએ પહેલા દિવસે 50 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. તો આ લિસ્ટમાં પઠાણનું નામ પણ સામેલ થઈ ગયું છે. વોર (53.35 કરોડ રૂપિયા) અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (52.25 કરોડ રૂપિયા) બાદ પહેલા દિવસે 50 કરોડ રૂપિયાથી વધુ નેટ બોક્સ ઓફિસ કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચોઃ TMKOC: 'તારક મહેતા...'ના ટપ્પુની ગર્લફ્રેન્ડ છે એકદમ સુંદર..એક ઝલક જોઈને ધબકારા વધશે
સાબિત થઈ શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી હિટ
ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાનની સાથે-સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ શાહરૂખ, દીપિકા અને જોનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થવાની છે. કારણ કે આ ફિલ્મ શાહરૂખ, દીપિકા, સિદ્ધાર્થ અને જોનના કરિયરની સૌથી વધુ કમાણી (ઓપનિંગ ડે પર) કરનારી ફિલ્મ બની ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube