Besharam Rang Song: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણ પર હંગામો મચ્યો છે. ખાસકરીને તેના ગીત બેશરમ રંગને લઇને જેમાં દીપિકાની બિકનીનો કલર વિવાદનું કેન્દ્ર બની ગયો. હવે સમાચાર આવી રહ્યા છે કે સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતાઓને સીબીએફસી (CBFC) દ્વારા કેટલાક ફેરફારોને લાગૂ કરવાની સલાહ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ તાજેતરમાં જ પ્રમાણપત્ર માટે સીબીએફસી એક્ઝામિનેશન કમિટી પાસે પહોંચી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર સીબીએફસીના ચેરપર્સન પ્રસૂન જોશીએ કહ્યું કે 'પઠાણ સીબીએફસીના દિશા-નિર્દેશો અનુસાર નિયત તપાસ પ્રક્રિયામાંથી પસાર થઇ. સમિતિએ નિર્માતાઓએ ફિલ્મમાં ગીતો સહિત ફેરફારના સૂચનોને લાગૂ કરવા અને સિનેમાઘરોમાં રિલીઝ કરતાં પહેલાં સુધારેલી એડિશનને જમા કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યું છે.' 


'સમાધાન શોધી શકાય છે'
પ્રસૂન જોશીએ કહ્યું કે 'સીબીએફસી રચનાત્મક અભિવ્યક્તિ અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલત શોધવા માટે પ્રતિબદ્ધ છે અને તેનું માનવું છે કે અમે હંમેશા તમામ હિતધારકો વચ્ચે સાર્થક વાતચીતના માધ્યમથી સમાધાન શોધી શકાય છે.' 

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


'ક્રિએટર્સ અને ઓડિયન્સ વચ્ચે વિશ્વાસની રક્ષા કરવી સૌથી મહત્વપૂર્ણ' 
સીબીએફસીના ચેરપર્સને કહ્યું કે 'જ્યારે પ્રક્રિયાનું વિધિવત પાલન થઇ રહ્યું છે, મારે આ પુનરાવર્તિત કરવું જોઇએ કે આપણી સંસ્કૃતિ અને આસ્થા ગૌરવશાળી, જટિલ અને સૂક્ષ્મ છે અને આપણે સાવધાન રહેવું પડશે કે આ સામાન્ય જ્ઞાનથી પરિભાષિત ન થઇ જાય જે ફોકસ વાસ્તવિક અને સત્યથી દૂર લઇ જાય. અને જેમ કે મેં પહેલાં પણ કહ્યું કે ક્રિએટર્સ અને ઓડિયન્સ વચ્ચે વિશ્વાસની રક્ષા કરવી સૌથી મહત્વપૂર્ણ છે અને ક્રિએટર્સને તેના માટે કામ કરતા રહેવું જોઇએ. 


તમને જણાવી દઇએ કે ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' સૌથી વધુ વિવાદોમાં રહ્યું છે જે 12 ડિસેમ્બરે ઓનલાઇન રિલીઝ થયું અને ટૂંક સમયમાં ચર્ચાનો વિષય બની ગયું. ઘણા લોકોએ ગીતને પસંદ કર્યું, તો બીજી તરફ કેટલાક એવા પણ હતા જેમણે ગીતને ભગવાની વેશભૂષાના ઉપયોગ પર તેને આપત્તિજનક ગણાવ્યું. 

આ પણ વાંચો: Career: તમારા સપનાની ભરો ઉડાન, આ રીતે બની શકો છો પાયલોટ
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે


એમપીના ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો વાંધો
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્રેક 'બેશરમ રંગ' ના રિલીઝ થયાના થોડા દિવસો બાદ મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં ગીતમાં ભગવા વસ્ત્રોના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં કેટલાક વાંધાજનક દ્રશ્ય છે અને જો તે દ્રશ્યોને બદલવામાં નહી આવે તો મધ્યપ્રદેશમાં પઠાણ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી. તેમણે કહ્યું કે ગીતની વેશભૂષા પહેલી નજરમાં આપત્તિજનક છે. તેમાં સ્પષ્ટ દેખાય છે કે ફિલ્મ 'પઠાણ' ના ગીતને ગંદી માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. 


તમને જણાવી દઇએ સિદ્ધાર્થ આનંદ દ્રારા નિર્દેશિત 'પઠાણ' ફિલ્મમાં જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ જાન્યુઆરી 2023 માં હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. 


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube