પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ફેન્સ પાસે મદદ માગી તો #BringBackPayal શરૂ થયો ટ્રેન્ડ
Payal Rohatgi`s Twitter account suspended : જૂન બાદ એકવાર ફરી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હવે પાયલ પોતાના ફેન્સ પાસે એકાઉન્ટ પરત લાવવાની વાત કહી રહી છે.
નવી દિલ્હીઃ અભિનેત્રી અને બિગ બોસમાં જોવા મળી ચુકેલી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સાઉટના નિયમોનો ભંગ કરવાને કારણે બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. પાયલે તેના વિરુદ્ધ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહી છે કે તેને જણાવ્યાં વગર તેના એકાઉન્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ટ્વીટર પર #BringBackPayal નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પાયલ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટ માટે ટીકાનો પણ ભોગ બને છે.હવે ઇન્સ્ટાગ્રામ પર તેણે ટ્વીટરના તે મેસેજના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યાં છે, જેમાં તેના એકાઉન્ટ સસ્પેન્ડની વાત લખી છે. આ સિવાય તેણે એક વીડિયો પોસ્ટ પણ કર્યો છે, જેમાં તે કહે છે કે તેને સમજાતું નથી કે તેનું એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube