Sridevi death anniversary : બોની કપૂર હતા શ્રીદેવીના બીજા પતિ, પહેલો પતિ હતો...
ગયા વર્ષે શ્રીદેવીનું દુબઈમાં નિધન થઈ ગયું હતું
મુંબઈ : ગયા વર્ષે બોલિવૂડ સ્ટાર શ્રીદેવીનું બોલિવૂડમાં નિધન થઈ ગયું હતું. હકીકતમાં શ્રીદેવી ત્યાં લગ્ન સમારંભમાં હાજરી આપવા ગઈ હતી અને ત્યાં હોટેલના બાથટબમાં ડુબવાથી તેનું મૃત્યુ થઈ ગયું હતું. શ્રીદેવી મહાન કલાકાર હતી અને તેણે પોતાની કરિયરમાં બહુ સારું કામ કર્યું હતું. પોતાની ફિલ્મ કરિયરમાં શ્રીદેવીનું નામ એક્ટર જિતેન્દ્ર સાથે જોડવામાં આવ્યું હતું. આ જોડીએ બોલિવૂડમાં હિંમતવાલા જેવી હિટ ફિલ્મ આપી હતી. શ્રીદેવી હંમેશા જિતેન્દ્ર સાથે કામ કરવા માગતી હતી અને તેની મોટી ફેન હતી. જોકે આ બંનેના અફેરની ચર્ચા હકીકત હતી કે અફવા એની સ્પષ્ટતા નથી થઈ.
શ્રીદેવીની મુલાકાત પછી એક્ટર મિથુન ચક્રવર્તી સાથે હતી. મળતી માહિતી પ્રમાણે બંનેએ 1985માં ગુપચુપ લગ્ન કરી લીધા હતા. આ બંનેના અફેરની શરૂઆત 1984માં ફિલ્મ જાગ ઉઠા ઇન્સાનના શૂટિંગ દરમિયાન થઈ હતી. મિથુન આ સમયે પરિણીત હતો અને તેની પત્ની યોગિયા બાલી હતી. યોગિતાને જ્યારે આ લગ્ન વિશે ખબર પડી કે તેણે આત્મહત્યાની ધમકી આપી. શ્રીદેવીએ પણ મિથુનને તેના અને યોગિતામાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો. શ્રીદેવીને જ્યારે અહેસાસ થયો કે મિથુન તેની પહેલી પત્નીને નહીં છોડે ત્યારે તેણે મિથુનને છોડી દીધો. આખરે 1988માં તેમના સંબંધોનો અંત આવી ગયો.
પ્રોડ્યુસર બોની કપૂર પણ શ્રીદેવીને મનોમન ચાહતો હતો. તેણે શ્રીદેવી એ સમયમાં 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપીને ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા માટે સાઇન કરી હતી અને આ ફિલ્મના શૂટિંગ વખતે તેમની વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. આ ફિલ્મ પછી શ્રીદેવીની માતા બહુ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને તેના ઇલાજ માટે અમેરિકા જવું પડ્યું હતું. એ સમયે બોનીએ શ્રીદેવીને બહુ મદદ કરી હતી. આ દરમિયાન શ્રીદેવી અને બોની બહુ નજીક આવી ગયા અને શ્રીદેવી ગર્ભવતી થઈ ગઈ. આખરે બંનેએ 1996માં લગ્ન કરી લીધા.