નવી દિલ્હી : સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ 'ઉરી'ની સફળતાએ વિક્કી કૌશલને આગવી ઓળખ બનાવી છે. વિક્કીના ચાહકવર્ગમાં છોકરીઓનું પ્રમાણ ઘણું વધારે છે પણ હવે તેમના દિલ તુટી જાય એવા સમાચાર મળ્યા છે. વિક્કી કૌશલ જે છોકરીને ડેટ કરી રહ્યો છે એનું નામ, ફોટો અને બધી વિગતો ખબર પડી ગઈ છે. વિક્કી એક્ટ્રેસ હરલીન સેઠીને ડેટ કરી રહ્યો છે. હરલીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિક્કી સાથેની એક ક્યુટ તસવીર શેયર કરી છે.


VIDEO : ધર્મેન્દ્રના જીવનમાં ખાસ સ્થાન છે આ બાળકીનું, કોણ છે? જાણવા માટે કરો ક્લિક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ચેટ શોમાં વિક્કીએ માહિતી આપી હતી કે તે કોઈને ડેટ કરી રહ્યો છે પણ આ મિસ્ટ્રી ગર્લ વિશે કોઈને ખબર નહોતી. હરલીન એક એક્ટ્રેસ છે અને થોડા દિવસ પહેલાં જ તેની વેબસિરીઝ 'બ્રોકન' રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ માટે હરલીનને બેસ્ડ ફિમેલ ડેબ્યુનો અવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ તસવીરમાં હરલીન અને વિક્કીએ બ્લેક ટી-શર્ટ પહેર્યું છે અને એના પર ક્યુટ કેપ્શન લખ્યા છે. 


હરલીન અને વિક્કી એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. હકીકતમાં વિક્કી એ પાર્ટીમાં બીજી ફ્રેન્ડને મળવા આવ્યો હતો અને એની હરલીન સાથે મિત્રતા થઈ ગઈ હતી. હરલીન અને વિક્કી છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...