નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસની રિલેશનશીપની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે પણ આ મામલે બંનેમાંથી કોઈ સ્પષ્ટતા નથી કરી. આમ તો પ્રિયંકા મોટાભાગે પોતાના કામના કારણે ચર્ચામાં રહેતી હોય છે પણ છેલ્લા કેટલાસ સમયથી તે પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકા અને નિકની કેટલીક તસવીરો ફરી વાઇરલ થઈ છે. આ તસવીર નિકના ભાઈના લગ્નની છે. 


હકીકતમાં પ્રિયંકા ચોપડા પોતાના કથિત બોયફ્રેન્ડ નિક સાથે તેના કઝિન રાહેલ તંબુરેલીના લગ્નમાં પહોંચી હતી. અહીં પ્રિયંકા અને નિકે એકબીજાનો હાથ પકડીને હાજરી આપી હતી. આ લગ્નમાં ગોલ્ડન કલરના ડ્રેસમાં પ્રિયંકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી જ્યારે નિક ફોર્મલમાં જોવા મળ્યો હતો. આ પહેલાં બંને ન્યૂ યોર્કના જેએફકે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પ્રિયંકા પોતાની પર્સનલ લાઇફ વિશે બહુ જલ્દી વાત નથી કરતી અને નિક વિશે પણ તેણે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. 


બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...