મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી છે. આ કડીમાં ઝી ન્યૂઝના હાથ સુશાંત સિંહ રાજપૂતના લોનાવાલા ફાર્મ હાઉસ હૈંગઆઉટની એક્સક્લૂઝિવ તસવીરો અને વીડિયો હાથ લાગ્યા છે. જે NCBની રેડ દરમિયાન મળી આવ્યા હતા. સુશાંત સિંહએ આ ફાર્મ હાઉસ ભાડે લીધુ હતુ. જેના માટે સુશાંત સિંહ દર મહીને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડું આપતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા


સુશાંતની ડ્રગ્સ પાર્ટી
NCB સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાર્મહાઉસ પર સુશાંત સિંહની સાથે રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, સિદ્ધાર્થ પિઠાનીની સાથે તેમના મિત્રો અહીં પાર્ટી કરતા હતા. આ સાથે જ બોલીવુડના પણ કેટલાક મોટા નામ આ ફાર્મહાઉસ પર પાર્ટી કરતા હતા. NCBની રેડમાં કેટલાક હુક્કા, દવાઓ, એશ ટ્રે જેવી વસ્તુઓ મળી આવી છે. NCBના સૂત્રોના અનુસાર તેમાંથી કેટલીક પાર્ટીઓ તો તે સમયે કરવામાં આવી જ્યારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશન માટે સ્ટેરોઇડ્સ લઇ રહ્યો હતો.


આ પણ વાંચો:- Kangana Ranautએ ચંડીગઢ પહોંચતા જ સાધ્યું સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube