મુંબઈ : બોલિવૂડનો એક પરિવાર એવો છે જેના ઘરની વહુઓ અને દીકરીઓ ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. આ પરિવાર છે દેઓલપરિવાર. ધર્મેન્દ્ર  અને પહેલી પત્ની પ્રકાશના બે દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ એક્ટર તરીકે ફેમસ છે પણ પરિવારની દીકરીઓ વિજેતા અને અજિતાના ફોટો ભાગ્યે જ જોવા મળે છે. આ રીતે જ ઘરની વહુઓ સનીની પત્ની પુજા અને બોબીની પત્ની તાન્યા ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. સનીની પત્ની પુજાની તો ઇન્ટરનેટ પર પણ બે-ચાર તસવીરો છે. જોકે હાલમાં મધર્સ ડેના દિવસે સનીના દીકરા કરણે માતાની તસવીર શેયર કરતા પુજાની લેટેસ્ટ તસવીર જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સની દેઓલ બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ હવે આજકાલ રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. સનીને પણ બે પુત્ર છે કરણ અને રાજવીર. સની દેઓલે ફેમિલી સાથે અનેક ફોટોગ્રાફ શેર કર્યા છે પરંતુ તેમની પત્ની પુજા દેઓલ ક્યારેય જોવા મળી નથી. સની અને પુજાના લગ્ન પણ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. સનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા 1984માં પુજા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. 


દિશા પટણીનો VIDEO થયો વાઇરલ, લોકોએ નામ આપ્યું લેડી ટાઇગર શ્રોફ


ગુરુદાસપુર લોકસભા બેઠકથી ભાજપના સની દેઓલ સામે કોંગ્રેસે હાલના સાંસદ સુનીલ જાખડને ચૂંટણીના મેદાનમાં ફરીથી ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના સાંસદ વિનોદ ખન્નાના નિધન બાદ 2017માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુનીલ જાખડ જીત્યા હતાં. દિવંગત વિનોદ ખન્ના આ લોકસભા બેઠક પરથી સતત 1998થી ચૂંટાઈ આવતા હતાં. બોલિવૂડના દિગ્ગજ અભિનેતાએ પુત્ર સની દેઓલ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે તે અંગે મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્રએ કહ્યું  કે જો તેમને ખબર હોત કે ગુરુદારપુર લોકસભા બેઠક પરથી હાલના સાંસદ અને કોંગ્રેસના નેતા સુનીલ જાખડ ચૂંટણી લડી રહ્યાં છે તો તેઓ સની દેઓલને ચૂંટણી લડવાની મંજૂરી ન આપત. ધર્મેન્દ્રનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે છેલ્લા તબક્કામાં પંજાબની તમામ 13 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...