દિશા પટણીનો VIDEO થયો વાઇરલ, લોકોએ નામ આપ્યું લેડી ટાઇગર શ્રોફ

દિશા પટણી હાલમાં ભારે ચર્ચાનો મુદ્દો બનેલી છે. ફિલ્મ ભારતનું ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મમાં તેનો રોલ લાંબો હશે. આ ફિલ્મમાં તે સર્કસમાં કામ કરતી છોકરીનો રોલ કરી રહી છે

દિશા પટણીનો VIDEO થયો વાઇરલ, લોકોએ નામ આપ્યું લેડી ટાઇગર શ્રોફ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના ચાહકોની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. તે સોશિયલ મીડિયા પર સારી એવી એક્ટિવ છે. તેના વીડિયો તરત વાઇરલ થઈ જતા હોય છે. હાલમાં દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે સ્ટન્ટ કરતી નજરે ચડે છે. આ વીડિયો ગજબનો વાઇરલ થયો છે અને એને જોઈને લોકોએ તેને લેડી ટાઇગર શ્રોફનું બિરૂદ પણ આપી દીધું છે. 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટણીની ગણતરી બોલિવૂડની આશાસ્પદ હિરોઇન તરીકે થાય છે. તેની તસવીરો અને વીડિયો અપલોડ થતા જ વાઇરલ થઈ જાય છે. દિશા અને સલમાનની જોડી આગામી ફિલ્મ ભારતમાં પણ જોવા મળવાની છે. હાલમાં આ ફિલ્મનું ગીત સ્લો મોશન યુ ટ્યૂબ પર ટ્રેન્ડિંગ છે. આ ગીતને વિશાલ-શેખર સાથે નાકાશ અઝીઝ અને શ્રેયા ઘોસાલે ગાયું છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતનો મેકિંગ વીડિયો શેયર કર્યો છે જેમાં તેનો ડાન્સ જોઈને માધુરી દીક્ષિત યાદ આવી જશે. 

અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે હેલનની ઇમેજ તેના મગજમાં હતી. ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રિમેક છે. કોરિયન ફિલ્મમાં 1950થી માંડીને 2014 સુધીના સમયને સામાન્ય નાગરિકના દૃષ્ટિકોણથી પડદા પર ઉતારવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news