કેવી છે વિવેક ઓબેરોયને વડાપ્રધાનના રોલમાં ચમકાવતી PM Narendra Modi? જાણવા કરો ક્લિક...
આજે ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ થઈ છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ આમ તો 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ વિપક્ષના વિરોધને કારણે ચૂંટણીપંચે આચારસંહિત દરમિયાન તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આખરે હવે આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.
મુંબઈ : આજે ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ થઈ છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ આમ તો 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ વિપક્ષના વિરોધને કારણે ચૂંટણીપંચે આચારસંહિત દરમિયાન તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આખરે હવે આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.
ફિલ્મ : PM નરેન્દ્ર મોદી
રેટિંગ : 3/5
કલાકારો : વિવેક ઓબેરોય, બમન ઇરાની, મનોજ જોશી, દર્શન કુમાર, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ
ડિરેક્ટર : ઓમંગ કુમાર
લેખક : અનિરૂદ્ધ ચાવલા અને વિવેક ઓબેરોય
શું છે વાર્તા?
આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોડી (વિવેક ઓબેરોય)ની ચાવાળાથી વડાપ્રધાન સુધીની પ્રગતિ દર્શાવવામાં આવી છે. ફિલ્મને સત્યઘટનાઓથી પ્રેરિત કહેવામાં આવી રહી છે, પણ વિવાદોથી બચવા માટે શરૂઆતમાં વિગતવાર ડિસ્ક્લેઈમર આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની વાર્તા કહેતી આ ફિલ્મની શરૂઆત 2013ની ભાજપની તે બેઠકથી થાય છે, જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મ ફ્લેશબેકમાં ચાલી જાય છે, જ્યારે મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. મોદીના પિતા ચાની દુકાન ચલવતા હતા અને માતા ઘરમાં વાસણ માંજતા હતા. થોડા મોટા થયા બાદ નરેન્દ્રએ પોતાના ઘરવાળાઓ પાસે સન્યાસની પરવાનગી માગી ત્યારે ઘરવાળાઓએ તેમને લગ્નના બંધનમાં બાંધવાનું વિચાર્યું. પણ નરેન્દ્રએ લગ્ન પહેલા જ ઘર છોડી દીધું. હિમાલયના પર્વતોમાં પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવા માટે નરેન્દ્રએ RSS વર્કર તરીકે ગુજરાતમાં વાપસી કરી અને પછી પાછા વળીને ક્યારેય ન જોયું.