સોશિયલ મીડિયામાં #BoycottAdipurush ટ્રેન્ડ પછી હવે અભિનેતા સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ `આદિપુરુષ`ને લઈને એક બયાન આપતા નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે.. સૈફ અલી ખાને `આદિપુરુષ`માં રાવણના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે.
મુંબઇ : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને એક બયાન આપતા નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે.. સૈફ અલી ખાને 'આદિપુરુષ'માં રાવણના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. જો હવે આ વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.
આ પ્રખ્યાત સિંગર વહેંચી રહી છે ભજીયા, તમે પણ તેની સાથે ભજીયા ખાઇને પડાવી શકો છો સેલ્ફી
રાવણને દયાળુ કહેનાર અભિનેતા સૈફ અલી ખાન સામે હવે દિલ્લીમાં ફરિયાદ
બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનને રાવણને દયાળુ ગણાવવાનુ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે.. દિલ્હીમાં વિશ્વ હિન્દુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તોમરે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને રાવણને દયાળુ ગણાવતી અને સીતાના હરણને વ્યાજબી ઠેરાવતી ટિપ્પણી ઈન્ટરવ્યૂમાં કરી હતી. જેનાથી તે સમાજમાં ધાર્મિક ટકરાવ વધારી શકે.આ નિવેદનથી કરોડો હિન્દુઓની આસ્થાને ધક્કો વાગ્યો છે.તેનાથી સમાજમાં શાંતિ ભંગ થવાનો પણ ખતરો છે.
Breakup બાદ IAS કે IPS બનવાને બદલે કરોડપતિ આશિકે સંપત્તી પાણીના ભાવે વેચી, પછી કર્યું એવું કે...
શું બોલ્યો સૈફ?
મુંબઈ મિરર સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને 'આદિપુરુષ'માં લંકેશના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. વધુમાં સૈફે કહ્યું હતું, 'રાક્ષસ રાજાનું પાત્ર ભજવવાની મજા આવશે, પરંતુ અમે તેને દયાળુ બતાવીશું. ફિલ્મમાં સીતાના અપહરણને ન્યાય-પૂર્ણ બતાવવામાં આવશે. લક્ષ્મણે રાવણની બહેન શૂપર્ણખાનું નાક કાપી નાખ્યું હતું અને આ વાતનો બદલો લેવા માટે રાવણે રામ સાથે યુદ્ધ કર્યું હતું. આ વાત ફિલ્મમાં બતાવવામાં આવશે.
Farmer Protest: કૃષિ કાયદો અને MSP ના વિવાદિત મુદ્દાને સમજો સરળ ભાષામાં
સૈફની વાત પર યુઝર્સ ભડક્યા હતા
સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાનું અપહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે, આદિપુરુષ મૂવી 2021માં રિલિઝ કરવાની યોજના છે.જેમાં બાહુબલી ફેમ પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં નજરે પડશે.જોકે સીતા અને લક્ષ્મણનો રોલ કોને અપાયો છે તે હજી સ્પષ્ટ થયુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube