#MeTooમાં હવે પૂનમ પાંડેની એન્ટ્રી, શુટિંગ દરમિયાન તેની સાથે પણ થયું હતું કંઈક એવુ...
પૂનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના શક્તિ કપૂર સાથે અનેક બોલ્ડ સીન છે
નવી દિલ્હી : #MeToo આંદોલનમાં નવું નામ ઉભરીને સામે આવ્યું છે. હવે પૂનમ પાંડેએ #MeToo કેમ્પેઈનના પ્રતિ સમર્થન આપતા કહ્યું કે, તે પોતે પણ આ પ્રકારની અસહજ સ્થિતિનો સામનો કરી ચૂકી છે. જોકે, પૂનમ પાંડેએ સીધેસીધું કોઈનું નામ નથી લીધું. પૂનમે પોતાની ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ના શુટિંગના કેટલાક અનુભવો શેર કર્યાં છે.
આ વિશે પૂનમે કહ્યું કે, એક્ટ્રેસિસને આ પ્રકારની બાબતોથી પસાર થવું પડે છે. ફિલ્મના શુટિંગ દરમિયાન મને આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. અમે શુટિંગ દરમિયાન બેડરૂમ સીન કરી રહ્યા હતા. આ દરમિયાન મારા સાથી કલાકાર એવું પ્રતીત કરાવી રહ્યા હતા, જાણે તેઓ રીલમાં નહિ પણ રિયલ લાઈફમાં મારી સાથે બેડરૂમ સીન કરી રહ્યાં છે.
#MeToo : ‘સુભાષ ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો’
પૂનમનું કહેવું છે કે, આ જ કારણ હતું કે, ગત સપ્તાહ ફિલ્મના ટ્રેલર રિલીઝ સમયે તે હાજર ન હતી. તેમજ કેટલાક મહિનાઓ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું ન હતું.
#MeTooની જોરદાર ઈફેક્ટ, ‘હાઉસફુલ-4’માંથી સાજિદ ખાન બાદ હવે નાના પણ OUT