નવી દિલ્હી: પંજાબની પટિયાલા કોર્ટે વર્ષ 2003ના એક માનવ તસ્કરીના કેસમાં પોપ સિંગર દલેર મહેંદીને દોષિત ઠેરવતા 2 વર્ષની જેલની સજા ફટકારી છે. દલેર મહેંદી પર આરોપ હતો કે તેણે ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલ્યાં. દલેર મહેંદી વિરુદ્ધ માનવ તસ્કરીનો પહેલો મામલો 2003માં નોંધાયો હતો. તે સમયે દલેર મહેંદી પર પોતાના શો દ્વારા લોકોને વિદેશ મોકલવાનો આરોપ લાગ્યો હતો. આ કેસ અમેરિકામાં દાખલ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બખ્શીશ સિંહ નામની વ્યક્તિએ વર્ષ 2003માં દલેર મહેંદી વિરુદ્ધ માનવ તસ્કરી મામલે પહેલી એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં દલેરના ભાઈ શમશેર સિંહનું નામ પણ સામેલ હતું. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ બંને ભાઈઓએ કેટલાક લોકોને પોતાની ટીમના સભ્યો બનાવીને વિદેશ મોકલ્યા. 1998-1999માં દલેર મહેંદી પોતાની મ્યુઝિક ટીમ સાથે 2 લોકોને વિદેશ લઈ ગયો હતો.દલેર મહેંદી હાલ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દલેર મહેંદીના ભાઈ શમશેર સિંહને પણ કોર્ટે દોષિત ઠેરવ્યો છે.



શું છે મામલો?


દલેર મહેંદી વિરુદ્ધ માનવ તસ્કરીનો પહેલો મામલો વર્ષ 2003માં નોંધવામાં આવ્યો. તે સમયે તેના ઉપર શો દ્વાર લોકોને વિદેશ મોકલવાનો આરોપ લાગ્યો હતો. આ કેસ અમેરિકામાં દાખલ થયો હતો. દલેર મહેંદી અને તેના ભાઈ શમશેર સિંહ પર આરોપ છે કે તેઓ કેટલાક લોકોને પોતાની ટીમનો હિસ્સો ગણાવીને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ ગયા હતાં અને આ માટે તેમણે મોટી રકમ પણ વસૂલી હતી. મહેંદી અને તેના ભાઈએ 1998 અને 1999 દરમિયાન અમેરિકામાં બે શો કર્યા હતાં. આ શો માટે પોતાની સમગ્ર ટીમ સાથે અમેરિકા પહોંચ્યા હતાં. તેમના પર આરોપ છે કે આ દરમિયાન તેમણે ગેરકાયદેસર રીતે પોતાની ટીમના 10 સભ્યોને ત્યાં જ છોડી દીધા હતાં. તેમના પર આરોપ છે કે કથિત રીતે ત્રણ યુવતીઓને સાન ફ્રાન્સિસ્કો છોડી હતી.