દુનિયામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, તાઈવાનમાં 209 કિમીની ઝડપે ફૂંકાયો પવન, લોકોમાં ખૌફ

Taiwan Cyclone Tracker : અમેરિકામાં હેલન બાદ તાઈવાનમાં ક્રેથોન વાવાઝોડાનો કાળો કહેર જોવા મળ્યો... 209 કિલોમીટર કરતાં વધુ ઝડપે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો... તો સરકારી ઓફિસ અને શાળાઓમાં રજા આપી દેવામાં આવી... ત્યારે ક્રેથોન વાવાઝોડાએ કેવું તાંડવ સર્જ્યુ?... જોઈશું આ અહેવાલમાં...

1/7
image

આ દ્રશ્યો ચીનની બાજુમાં આવેલા તાઈવાન દેશના છે... અહીંયા ક્રેથોન વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો... જેના કારણે 2થી વધુ લોકોના મોત થયા... તો 100થી વધારે લોકોને ઈજા પહોંચી...

2/7
image

તાઈવાનમાં 209 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો... રસ્તા પર પવનની તીવ્રતા અચાનક વધી ગઈ કે રસ્તા પર ટુ વ્હીલર લઈને નીકળેલા લોકો પોતાના વાહન સાથે નીચે પડી ગયા... તો ભારે પવનના કારણે દરિયાએ પણ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું... જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા....

3/7
image

તાઈવાનમાં આવેલા ક્રેથોન વાવાઝોડાના કારણે... દરિયા કિનારાના વિસ્તારમાં શાળા અને સરકારી ઓફિસ બંધ કરવામાં આવી છે. તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. હુઆલિન કાઉન્ટીમાં 3000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા.

4/7
image

તાઈનાનમાં લગભગ 200 અને પિંગટુંગ કાઉન્ટીમાં 800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કાઉશુંગના 27 લાખ લોકો તોફાનના કારણે પ્રભાવિત થયા...  

5/7
image

અમેરિકામાં હેલન બાદ તાઈવાનમાં આવેલાં ક્રેથોન વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે... હજુ તો વાવાઝોડું ટકરાયું છે... પરંતુ  ધીમે-ધીમે તેનાથી થયેલી નુકસાનીના આંકડા સામે આવશે.. પરંતુ હાલ લોકો ખૌફની વચ્ચે જીવન ગુજારવા મજબૂર બન્યા છે.

6/7
image

7/7
image