જાણીતા ગાયક નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં મોત
47 વર્ષના નીતિન બાલી મંગળવારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં થયેલા અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે તેમનું મોત થઈ ગયું હતું
નવી દિલ્હીઃ જાણીતા ગાયક નીતિન બાલીનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. તેઓ 47 વર્ષના હતા.
નીતિન બાલી પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા એ સમયે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. હાજર પ્રત્યક્ષદર્શીએ તેમની ભત્રીજીને અકસ્માતની વિગતો જણાવી હતી.
નીતિન બાલી રિમિક્સ વર્ઝન 'નીલે નીલે અંબર પર', 'છુકર મેરે મન કો', 'એક અજનબી હસિના સે' અને 'પલ પલ દિલ કેપાસ' જેવા ગીતો માટે જાણીતા છે. 1998માં આવેલું તેમની ડિબેડ આલ્બમ ના જાને ઘણું જ પ્રખ્યાત બન્યું હતું.
નીતિન બાલીનાં લગ્ન જાણીતી ટીવી અભિનેત્રી રોમા બાલી સાથે થયા હતા, જે અત્યારે કલર્સ ટેલિવિઝન પર આવતી ધારાવાહિક 'સિલસિલા બદલતે રિશ્તોં કા'માં જોવા મળી રહી છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.