વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો
Surat Video Viral : સુરતના કીમમાં વિચિત્ર વીડિયો વાયરલ.. કોઠવા ગામમાં ઉર્સના મેળામાં આવેલા કેટલાક લોકો ધૂણતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે... મહિલા અને પુરૂષો એકસાથે ધૂણતા હોવાનો વીડિયો વાયરલ...
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બે એક સિક્કાની બે બાજુ છે. ત્યારે આ વચ્ચે સુરતના કોઠવા ગામે શરૂ થયેલા ઉર્સના મેળામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યાં છે. આ દ્રષ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે. અનેક મહિલા અને પુરુષો સમૂહમાં ધૂણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ બધા ગટરના દુષિત પાણીમાં ધૂણી રહ્યા હોવાનો વીડિયો છે.
પુરૂષ અને મહિલાઓ ગટરના પાણીમાં પડીને ચીસાચીસ કરી ધૂણી રહ્યાં છે. આ દ્રષ્યો ત્યાં હાજર તમામ લોકો માટે ડરામણા બની રહ્યા હતા. આખરે આ શું થઈ રહ્યું છે તે કોઈને સમજાયું ન હતું.
આ વીડિયો કીમ નજીક આવેલા કોઠવા ગામનો હોવાનો અનુમાન છે. ત્રણ દિવસ પહેલા કોઠવા ગામે ઉર્સનો મેળો શરૂ થયો હતો. આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. દરગાહ ખાતે ઉર્સમાં આવતા અમુક લોકોને આ પ્રકારે હાજરી આવતી હોવાની ચર્ચા વહેતી થઈ છે.
Trending Photos