મુંબઈઃ પોર્નોગ્રાફી મામલામાં  (Pornography case)  રાજ કુન્દ્રા (Raj Kundra) ની ધરપકડ બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Raj Kundra - Shilpa Shetty Kundra) ના બંગલા પર દરોડા પાડ્યા હતા. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે પોર્નોગ્રાફી મામલામાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) નું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પૂછપરછ દરમિયાન શિલ્પાની આંખમાંથી આંસુ નિકળી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3-4 વખત રડી શિલ્પા શેટ્ટી
ક્રાઇમ બ્રાન્ચના વિશ્વસનીય સૂત્રો પ્રમાણે આ નિવેદન દરમિયાન શિલ્પા શેટ્ટી  (Shilpa Shetty) ત્રણથી ચાર વખત રડવા લાગી. શિલ્પાએ આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પૂછ્યુ કે શું તમે જણાવો રાજ કુન્દ્રાએ આવુ (પોર્નોગ્રાફી) નું કામ કર્યું છે. 


આ પણ વાંચોઃ પતિની ધરપકડ પર પહેલીવાર બોલી શિલ્પા,  'ગંદા કામ' માટે આ વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળ્યો


ઇમેજ પર અસર પડી
આ દરમિયાન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તે પણ જણાવ્યું કે આ મામલાને કારણે તેની ઇમેજનો ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાન્ડ અને કોન્ટ્રાક્ટ નિકળી ગયા છે. 


આમને-સામને આવ્યા શિલ્પા અને રાજ
આ પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વિઆન ઇન્ડસ્ટ્રીઝમાં શેર હોલ્ડિંગમાં ભાગીદારીને લઈને પણ સવાલ કર્યા. આ માટે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને 2થી 3 વખત આમને-સામને બેસાડી પૂછપરછ કરવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ રાજ કુન્દ્રા કેસ: ચેટથી થયો વિસ્ફોટક ખુલાસો, અભિનેત્રી ગહેના વિશે થઈ હતી આ વાત


આ સવાલોથી થયો શિલ્પાનો સામનો
પોર્નોગ્રાફી મામલામાં શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને ઘણા મહત્વના સવાલ પૂછ્યા..


- શું તમને હાટ્શોટ વિશે જાણકારી હતી, તેને કોણ ચલાવે છે?
હોટ્શોટના વીડિઓ કન્ટેન્ટ વિશે તમે શું જાણો છો?
- શું તમે હોટશોટના કામકાજમાં સામેલ થઈ છે?
- શું ક્યારે પ્રદીપ બક્શી (રાજ કુન્દ્રાના જીજા) સાથે હોટ્શોટને લઈને વાતચીત થઈ છે?
- તમે વિયાન કંપનીમાંથી વર્ષ 2020માં કેમ નિકળ્યા, જ્યારે કંપનીમાં ખુબ ભાગીદારી હતી?
- શું તમને વનિયાન અને કેમરિન વચ્ચે પૈસાના વ્યવહારની જાણકારી છે?
- પોર્ન વીડિયોને લંડન મોકલવા કે અપલોડ કરવામાં ઘણીવાર વિયાનની ઓફિસનો ઉપયોગ કર્યો છે શું તમને તેની જાણકારી છે?
- શું તમને રાજ કુન્દ્રાના બધા કામકાજની જાણકારી છે (શું-શું કામ કરે છે તેના બિઝનેસ)
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube