Raj Kundra Case: પતિની ધરપકડ પર Shilpa Shetty એ મૌન તોડ્યું, કહ્યું- બનેવી કરતો હતો ગંદુ કામ

શિલ્પા શેટ્ટીએ ક્રાઈમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો પતિ રાજ કુન્દ્રા નિર્દોષ છે.

Raj Kundra Case: પતિની ધરપકડ પર Shilpa Shetty એ મૌન તોડ્યું, કહ્યું- બનેવી કરતો હતો ગંદુ કામ

નવી દિલ્હી: બિઝનેસમેન રાજ કુન્દ્રા અને તેમના આઈટી પ્રમુખ રયાન થોર્પ 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના ફોન આવ્યા બાદ અભિનેત્રી અને રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીના જૂહુ સ્થિત નિવાસ સ્થાને પણ ગઈ કાલે આખો દિવસ ખુબ ડ્રામા જોવા મળ્યો. 

ઓનલાઈન બેટિંગમાં ઉપયોગ થયા પોર્નોગ્રાફીના પૈસા
સૂત્રોના જણાવ્યાં મુજબ શિલ્પા શેટ્ટીને પૂછવામાં આવ્યું કે શું તેને એ વાતની જાણકારી હતી કે તેનો પતિ અશ્લિલ કન્ટેન્ટ બનાવવાની ગતિવિધિઓમાં સામેલ છે? સૂત્રોનું માનવું છે કે પોર્નોગ્રાફીથી થયેલી કમાણી ઓનલાઈન બેટિંગમાં ઉપયોગમાં લેવાઈ હતી. કહેવાય છે કે ક્રાઈમ બ્રાન્ચ પૈસાની લેવડ દેવડ અંગે તપાસ કરી રહી છે. 

મારા પતિ નિર્દોષ
હવે સમાચાર એજન્સી એએનઆઈના હવાલે મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ શિલ્પા શેટ્ટીએ ક્રાઈમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો પતિ રાજ કુન્દ્રા નિર્દોષ છે. હોટશોટ્સ એપની સામગ્રી વિશે, શિલ્પાએ કથિત રીતે કહ્યું કે તેને તે અંગે કોઈ જાણકારી નહતી અને હોટશોટ્સ સાથે તેને કોઈ લેવાદેવા નથી. જ્યારે તેનો પતિ રાજ કુન્દ્રા કોઈ પણ પ્રકારના પોર્ન કન્ટેન્ટ બનાવવામાં સામેલ નહતો. 

ઈરોટિક પોર્નથી અલગ
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તેને હોટશોટ્સની સટીક સામગ્રી અંગે જાણકારી નહતી. તેણે દાવો કર્યો કે તેને હોટશોટ્સ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે એ પણ કહ્યું કે ઈરોટિક પોર્નથી ઘણું અલગ છે અને તેનો પતિ રાજ કુન્દ્રા પોર્ન સામગ્રીના નિર્માણમાં સામેલ નહતો. 

— ANI (@ANI) July 24, 2021

બનેવી પર લગાવ્યો આરોપ
એક અલગ ટ્વીટમાં એ પણ જણાવાયું છે કે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે લંડન સ્થિત વોન્ટેડ આરોપી અને રાજ કુન્દ્રાના બનેવી પ્રદીપ બક્ષી હતા જે એપ અને તેના કામકાજ સાથે જોડાયેલા હતા. શિલ્પાએ દાવો કર્યો કે તેનો પતિ નિર્દોષ છે. 

દસ લોકોને દબોચ્યા
મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં રાજ કુન્દ્રા સહિત 10 લોકોની પોર્ન ફિલ્મોના નિર્માણમાં કથિત સંડોવણી અને તેને મોબાઈલ એપના માધ્યમથી પબ્લિશ કરવાના આરોપમાં પકડ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો. કુન્દ્રા પર આરોપ છે કે તેણે લંડનની એક ફર્મ સાથે સાંઠગાંઠ  કરી હતી. જે એક મોબાઈલ એપ હોટશોટ્સના માધ્યમથી અશ્લિલ સામગ્રી સ્ટ્રિમિંગમાં સામેલ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news