Adipurush Trailer Launch: રામાયણની ભવ્ય ગાથાનું ગુણગાન કરતું `આદિપુરૂષ`નું ટ્રેલર લોન્ચ, ભગવાન રામ અને સીતાની કહાની સાંભળીને આંસુ આવી જશે
Adipurush Trailer Launch: ‘આદિપુરૂષ’ રામના નામમાં લીન ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખુબ દમદાર છે અને ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
નવી દિલ્હીઃ Adipurush Movie Release Date: પ્રભાસ (Prabhas)અને કૃતિ સેનન (Kriti Sanon)સ્ટારર આદિપુરૂષની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 16 જૂને ફિલ્મ રિલીઝ થશે પરંતુ તેના 10 દિવસ પહેલા મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. આ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહેલા દર્શકો માટે ફાઈનલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેમાં દમદાર એક્શનની ઝલક તો જોવામળી રહી છે પરંતુ સૈફ અલી ખાન (Saif Ali Khan)ના પાત્રથી તમારી નજર હટી શકશે નહીં.
રાવણ બનીને કરી દમદાર એક્ટિંગ
આદિપુરૂષનું નવુ ટ્રેલર 2 મિનિટ 24 સેકેન્ડનું છે જેની શરૂઆત થાય છે રાવણ બનેલા સૈફ અલી ખાન જે જાનકી (કૃતિ સેનન) નું હરણ કરવા માટે આપે છે. બસ આ સીનમાં દરેકની નજર સૈફ પર ટકે છે અને તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. આ ટ્રેલરમાં અધર્મ પર ધર્મના વિજયનો સાર દેખાડવામાં આવ્યો છે.
IMDb અનુસાર સૌથી પોપ્યુલર 10 વેબ સિરીઝ, સેક્રેડ ગેમ્સ,મિર્ઝાપુરે તોડ્યા તમામ રેકોર્ડ
500 કરોડ છે ફિલ્મનું બજેટ
આ ફિલ્મ બનાવવા માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આદિપુરૂષ 500 કરોડના બજેટમાં બની છે અને મોટા ભાગનો ખર્ચ ફિલ્મના ગ્રાફિક્સમાં થયો છે, જેને ભવ્ય અને રીયલ દેખાડવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. તો ટ્રેલરથી આ મહેનત સ્પષ્ટ જોવા મળી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત છે, જેમમે આ પહેલા તાન્હાજી જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube