IMDb અનુસાર સૌથી પોપ્યુલર 10 વેબ સિરીઝ, સેક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુરે તોડ્યા તમામ રેકોર્ડ

IMDb Popular 10 Web Series: લોકડાઉનથી એટલે કે છેલ્લા બે વર્ષ પર નજર કરીએ તો ઓનલાઈન પ્લેટફોર્મનો વ્યાપ સતત વધી રહ્યો છે. લોકો ઘરે બેઠા વેબ સિરીઝ અને મૂવી જોવાનું પસંદ કરવા લાગ્યા છે. ખાસ વાત એ છે કે આમાંના કેટલાક OTT પ્લેટફોર્મ સંપૂર્ણપણે મફત છે, જ્યારે કેટલાક માટે તમારે પૈસા ખર્ચવા પડશે.  તાજેતરમાં IMDb એ ટોપ 50 વેબ સિરીઝની યાદી બહાર પાડી છે. 1 જાન્યુઆરી 2018 થી 10 મે 2023 સુધી દર્શકોએ સૌથી વધુ પસંદ કરેલી આ વેબ સિરીઝ છે. જુઓ આમાંથી કઈ વેબ સિરીઝ ટોપ 10ની યાદીમાં છે.

સેક્રેડ ગેમ્સ

1/10
image

નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની 'સેક્રેડ ગેમ્સ' IMDbની ટોપ 10 લિસ્ટમાં નંબર 1 પર છે. લોકોએ આ સીરીઝને ખૂબ પ્રેમ આપ્યો છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

મિર્ઝાપુર

2/10
image

'મિર્ઝાપુર' વેબ સિરીઝમાં કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયાની જોડીએ ધૂમ મચાવી હતી. તેની 2 સિઝન આવી છે અને બંને મજબૂત હતી. તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.  

સ્કેમ 1992

3/10
image

ત્રીજા નંબરે છે 'સ્કેમ 1992' વેબ સિરીઝ. ડિરેક્ટર હંસલ મહેતાની 'સ્કેમ 1992' વેબ સિરીઝે ખુબ હંગામો મચાવ્યો હતો. આ વેબ સિરીઝે પ્રતિક ગાંધીને રાતોરાત ફેમસ બનાવી દીધા. તે 90 ના દાયકાના બોમ્બેને દર્શાવે છે. 

ધ ફેમિલી મેન

4/10
image

મનોજ બાજપેયીની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'એ પણ રિલીઝ થતાની સાથે જ તરખાટ મચાવી દીધો હતો. તે એમેઝોન પ્રાઇમ પર પણ ઉપલબ્ધ છે.

એસ્પિરન્ટ્સ

5/10
image

'એસ્પિરન્ટ્સ' વેબ સિરીઝ પાંચમા નંબર પર છે. જેમાં યુપીએસસીની તૈયારી કરતા ત્રણ છોકરાઓની વાર્તા બતાવવામાં આવી છે. તે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી

ક્રિમિનલ જસ્ટિસ

6/10
image

વિક્રાંત મેસી અને જેકી શ્રોફની વેબ સિરીઝ 'ક્રિમિનલ જસ્ટિસ' વેબ સિરીઝ પણ ઘણી લોકપ્રિય બની હતી. તમે તેને ડિઝની હોટ સ્ટાર પ્લસ પર જોઈ શકો છો.  

બ્રીથ

7/10
image

આર માધવનની 'બ્રીથ' વેબ સિરીઝને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ વેબ સિરીઝની બે સીઝન આવી ચૂકી છે અને બંને હિટ રહી હતી. તમે તેને એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.

કોટા ફેક્ટરી

8/10
image

IIT અને JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને 'કોટા ફેક્ટરી'માં દર્શાવવામાં આવ્યા છે. આ પહેલી બ્લેક એન્ડ વ્હાઇટ વેબ સિરીઝ છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.  

પંચાયત

9/10
image

નીના ગુપ્તાની વેબ સિરીઝ 'પંચાયત'એ પણ ઘણી પ્રશંસા મેળવી હતી. જેમાં તેને ગામની મુખિયા બતાવવામાં આવી છે. તેની બે સિઝન હિટ રહી હતી, ચાહકો ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે.

પાતાલ લોક

10/10
image

'પાતાલ લોક' વેબ સિરીઝ વિશે વાત કરીએ. પત્રકારના મોતના આરોપમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ ચાર આરોપીઓની સ્ટોરી બતાવવામાં આવી છે.