નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન એકવાર ફરી વિલનના રોલમાં જોવા મળશે. તે પ્રભાસ સ્ટાર ફિલ્મ આદિપુરૂષમાં રાવણની ભૂમિકા ભજવશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યાં છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ હશે. આ પહેલા સૈફ અલી ખાને તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવણ બનશે સૈફ અલી ખાન
ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. આ સાથે તેમણે લખ્યુ- 7000 વર્ષ પહેલા વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી દાનવ હાજર હતો. #Adipurush.


ફિલ્મને ટી સિરીઝ પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ છે. તે રામની ભૂમિકામાં છે. મૂડી 3ડીમાં હશે. તો ખબર છે કે કીર્તિ સુરેશ ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવી શકે છે. ફિલ્મને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં બનાવવામાં આવશે. 


સુબ્રમણ્યમ સ્વામીએ Sushant ની એમ્સ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઇને આપ્યું મોટું નિવેદન

આ ફિલ્મને લઈને પ્રભાસે કહ્યુ હતુ, દરેક પાત્ર અને દરેક ચરિત્ર પોતાના પડકારની સાથે આવે છે, પરંતુ આ રીતની ભૂમિકાને ભજવવા મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપમા મહાકાવ્યના આ પાત્રને ભજવવા માટે ખુબ એક્સાઇટેડ છું. ખાસ કરીને ઓમે તેને જે રીતે ડિઝાઇન કરી છે, મને વિશ્વાસ છે કે આપણા દેશના યુવા અમારી ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube