રિસ્ક હૈ તો ઈશ્ક હૈ...પ્રતિક ગાંધીની `Scam 1992` એ તમામ વેબસિરીઝને આપી ધોબીપછાડ, મેળવી આ સિદ્ધિ
લોકપ્રિય વેબ સિરીઝ `સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી`(Scam 1992 Web Series - Harshad Mehta Story) એ એક જબરદસ્ત સિદ્ધિ મેળવી છે.
નવી દિલ્હી: લોકપ્રિય વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'(Scam 1992 Web Series - Harshad Mehta Story) એ એક જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ સિરીઝ ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDB) ની વિશ્વવ્યાપી સૂચિમાં ટોપ ટેન હાઈએસ્ટ રેટેડ શોમાં જગ્યા મેળવવામાં સફળ રહી છે. પ્રતિક ગાંધી સ્ટારર અને હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝ 250 કાર્યક્રમોની સૂચિમાં સૌથી વધુ રેટિંગ મેળવનારો શો રહ્યો છે.
મળ્યા આટલા રેટિંગ, વિશ્વમાં મળ્યું આ સ્થાન
'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'(Scam 1992 Web Series - Harshad Mehta Story) ને IMDB પર 10માંથી 9.6 રેટિંગ મળ્યા છે. હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝે વિશ્વસ્તરે સૂચિમાં નવમું સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડમાં ટોપ પર રહી આ સિરીઝ
IMDB માં કોઈ ફિલ્મ કે સિરીઝના રેટિંગ યૂઝર્સ દ્વારા અપાયેલા રેટિંગ્સના આધારે નક્કી થાય છે. લિસ્ટમાં ટોપ પર બેન્ડ ઓફ બ્રધર્સ રહી. ત્યારબાદ ક્રમશ 'બ્રેકિંગ બેડ' અને 'ચેર્નોબિલ' સામેલ છે.
આ પણ યાદીમાં સામેલ
સ્કેમ 1992ની પહેલા 'ધ વાયર', 'અવતાર: ધ લાસ્ટ એરબેન્ડર', 'ગેમ ઓફ થ્રોન્સ', 'ધ સોપ્રાનોસ', 'રિક એન્ડ મોર્ટી' ને સ્થાન મળ્યું છે જ્યારે દસમા સ્થાને જાપાની એનીમેટેડ સિરીઝ ધ ફૂલમેન્ટલ અલ્કેમિસ્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube