જે કામ બીજી યુવતીઓ લગ્ન પછી તરત કરે, તે પ્રીતિએ 2 વર્ષ બાદ કર્યું
પ્રીતિ ઝિંટા હાલ ફિલ્મી દુનિયાથી દૂર પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. હાલમાં જ પ્રીતિએ એક મોટો ફેરફાર કર્યો છે.
મુંબઈ: પ્રીતિ ઝિંટા હાલ ફિલ્મી દુનિયાથી દૂર પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. હાલમાં જ પ્રીતિએ એક મોટો ફેરફાર કર્યો છે. જો કે આ ફેરફાર તેના ચહેરા પર નહીં પરંતુ નામમાં થયો છે. સોશિયલ મીડિયા પર જાણકારી આપતા પ્રીતિએ આ જાહેરાત કરી.
પ્રીતિ ઝિંટાએ લખ્યું કે લગ્ન પછી તેણે નક્કી કર્યું કે હવે મારા પતિ (જીન ગુડઈનફ)ના નામમાંથી G લેવું. આમ જોવા જઈએ તો ટ્રેન્ડ મુજબ યુવતીઓ લગ્ન બાદ પોતાના નામમાં ફેરફાર કરતી હોય છે. પરંતુ પ્રીતિના લગ્નને 2 વર્ષ થઈ ગયાં. અનેક લોકો એમ પણ કહે છે કે સોનમ કપૂર પાસેથી પ્રીતિ ઝિંટાએ પ્રેરણા લીધી છે. કારણ કે સોનમે લગ્નના બીજા જ દિવસે પતિનું નામ પોતાના નામ સાથે જોડ્યું હતું.
જ્યારે પ્રીતિને આ ફેરફાર કરતા 2 વર્ષ થયાં. આ સવાલ પર મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે લગ્નની સાઈડ ઈફેક્ટ નથી પરંતુ અંકવિદ્યાની અસર છે. મિડ ડેના રિપોર્ટ મુજબ મશહૂર અંકશાસ્ત્રી સંજય જુમાનજીની સલાહ પર પ્રીતિએ તેના પતિના નામનો પહેલો અક્ષર પોતાની સાથે જોડ્યો છે.