પ્રીતિ ઝિન્ટાએ 20 વખત કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું છે તેની પાછળનું કારણ
કોરોના સંક્રમણના કારણે આ વર્ષ આઇપીએલ (IPL) દુબઇમાં યોજવામાં આવી છે. બોલીવુડ અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ હાલમાં તેમની ટીમને ચીયર કરવા માટે દુબઇમાં છે. સંક્રમણથી બચવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે આ વર્ષ આઇપીએલ (IPL) દુબઇમાં યોજવામાં આવી છે. બોલીવુડ અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ હાલમાં તેમની ટીમને ચીયર કરવા માટે દુબઇમાં છે. સંક્રમણથી બચવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત તમામ ખેલાડીઓ અને ટીમ સાથે જોડાયેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- Kangana Ranautને સોશિયલ મીડિયા પર મળી રેપની ધમકી, આરોપીએ કર્યો આ દાવો
એવામાં પ્રીતિ ઝિન્ટાને તમામ નિયમોનું પાલન કરવું પડે છે. કોરોના સંક્રમણથી બચવા માટે પ્રીતિ ઝિન્ટા સતત કોરોના ટેસ્ટ કરાવી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દુબઈ ગયા બાદ પ્રીતિ ઝિન્ટાએ 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. હાલ, તમામ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સુરતના પિતા-પુત્રના આ videoને અમિતાભ બચ્ચન પણ શેર કર્યા વગર ન રહી શક્યા
પ્રીતિ ઝિન્ટા રાખે છે ફિટનેસનું ઘણું ધ્યાન
આ સાથે જ પોતાના સ્વાસ્થ્યનું પ્રીતિ ઝિન્ટા ઘણું ધ્યાન રાખે છે. દુબઇમાં વર્ક આઉટ કરતા ફોટો અને વીડિયો પણ શેર કરે છે. એટલું જ નહીં, તેણે એક વીડિયોમાં જણાવ્યું હતું કે, કઈ રીતે તેને ક્વોરન્ટાઇન થવું પડ્યું અને તે દરેક ત્રીજા અને ચોથા દિવસે કોરોના ટેસ્ટ કરાવી રહી છે. આ ઉપરાંત તે જીમમાં વર્કઆઉટ કરતા પણ વીડિયો શેર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube