નવી દિલ્હી : જોધપુરમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ભવ્ય લગ્ન પછી હવે આ જોડી ફરીથી હેડલાઇનમાં છે. પ્રિયંકા અને નિક થોડા સમય પહેલાં ઓમાનમાં સાથે જોવા મળ્યા હતા. આ નાનકડા વેકેશન પછી હવે આ જોડી હનીમૂન માટે પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા અને નિક હનીમૂન માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે પીસીના મિત્રોએ માહિતી આપી છે કે આ દંપતિ 28 ડિસેમ્બરથી એક અઠવાડિયાના લાંબા વેકેશન પર હનીમૂન ગાળવા જઈ રહ્યું છે.  આ વેકેશનમાં તેઓ Montreux ખાતે રોકાશે અને અહીં જ તેઓ નવા વર્ષનું સેલિબ્રેશન કરશે. આ રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા હનીમૂન પર જતા પહેલાં પોતાના તમામ એસાઇનમેન્ટ આટોપી લેવા માગે છે. હાલમાં તેણે 'કોફી વિથ કરણ'નું શૂટિંગ કર્યું હતું. આ પછી તે 'સ્કાય ઇઝ પિંક'ના શેડ્યુલમાં ભાગ લેશે.  આ સિવાય તે પોતાની બંગાળી ફિલ્મ 'નલિની'ના પ્રી પ્રોડક્શન પર નજર રાખી રહી છે. 


લો બોલો ! લગ્નના બે અઠવાડિયામાં જ પ્રિયંકા અને નિકે કરી નખ્યું ફેમિલી પ્લાનિંગ


ડિસેમ્બરની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાનાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હવે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રિયંકા દિલ્હી અને મુંબઈમાં પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળી હતી જ્યારે નિક ન્યૂ યોર્ક રવાના થઈ ગયો છે. બંનેએ નાનકડું હનીમૂન પણ ગાળ્યું છે. હવે પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...