નવી દિલ્હીઃ લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી દિલ્હીમાં આજે પોતાના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપશે. પોતાના રિસેપ્શન પહેલા પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લગ્નની પ્રથમ તસ્વીર સામે આવી ગઈ છે. જેનો આ જોડીના ફેન્સ રાહ જોઈ રહ્યાં હતા. દેશી ગર્લ અને વિદેશી દૂલ્હેની આ જોડીએ બે દિવસ પહેલા જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્ચન અને હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં ક્રિશ્ચન અંદાજમાં પ્રિયંકા સફેદ ગાઉનમાં જોવા મળી તો, પોતાના ઈન્ડિયન લગ્નમાં પ્રિયંકાએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે. પ્રિયંકાએ ક્રિશ્ચન લગ્ન માટે રાલ્ફ લોરેનનું ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું, જ્યારે ભારતીય લગ્નમાં પ્રિયંકાએ દીપિકાની જેમ જ ફેશન ડિઝાઇનર સબ્યસાચીના લહેંગામાં જોવા મળી હતી. 


આ લગ્નમાં સંગીત અને મેંહદીમાં કેવી મસ્તી થઈ, તેના કેટલાક ફોટો તો પ્રિયંકાએ પોસ્ટ કરી દીધા છે. હાલમાં આ જોડીનું એક મોસ્ટ રોમેન્ટિક ફોટોશૂટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 


પોતાના શાહી લગ્નમાં પ્રિયંકા ન કરવાની મોટી ભૂલ કરી બેસી