માત્ર 2 મહિનાનું ડેટિંગ!..અને પ્રિયંકાએ નિક સાથે કરી લીધી સગાઈ
આજે સવાર સવારમાં અચાનક સોશિયલ મીડિયા પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જોનાસ ટ્રેન્ડ કરવા લાગ્યો.
નવી દિલ્હી: આજે સવાર સવારમાં અચાનક સોશિયલ મીડિયા પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જોનાસ ટ્રેન્ડ કરવા લાગ્યો. ઈન્ટરનેશનલ મીડિયાથી લઈને ચારે બાજુ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની સગાઈની ખબરોથી ભૂકંપ સર્જાયો. ઈન્ટરનેશનલ મીડિયાની વાત માનીએ તો પ્રિયંકા ચોપરા અને નિકે માત્ર બે મહિનાના ડેટિંગ બાદ સગાઈ કરી લીધી છે. પ્રિયંકા અને નિકને જ્યાં ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે ત્યાં અચાનક નિકના અનેક ફેન્સએ ટ્વિટર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધુ છે.
નિક જોનાસના અનેક ચાહકો એ વાતને લઈને દુ:ખી છે કે કોઈ મ્યુઝિકલ લેડી નહીં પરંતુ નિકે પ્રિયંકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કેટલાક ના મન તો એટલા માટે ભગ્ન થયા છે કે નિક લગ્ન કરી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચોપરા ફિલ્મ ભારત કરવાની હતી પરંતુ હવે તેણે આ ફિલ્મ છોડી છે. એ વાતની પુષ્ટિ ભારત ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે પોતે એક ટ્વિટ કરીને કરી છે. આ સાથે જ અલીએ પ્રિયંકા અને નિકના સંબંધ અંગે પણ હિંટ પોતાની ટ્વિટરમાં આપી છે. અલીએ ટ્વિટમાં લખ્યું કે હાં. પ્રિયંકા ચોપરા હવે ભારતનો હિસ્સો નથી અને તેનું કારણ ખુબ સ્પેશિયલ છે. તેણે અમને પોતાના આ ફેસલા અંગે જણાવ્યું છે અને હવે અમે બધા તેના માટે ખુશ છીએ. ટીમ ભારત પ્રિયંકા ચોપરાના ભવિષ્ય માટે ખુબ દુવાઓ કરે છે.
અત્રે જણાવવાનું કે ઈન્ટરનેશનલ મીડિયામાં ચારેબાજુ પ્રિયંકા અને નિકની સગાઈના અહેવાલો છપાયા છે. People.comના અહેવાલ મુજબ પ્રિયંકા ચોપરાએ પોતાની 36મી વર્ષગાઠ પર નિક સાથે સગાઈ કરી. અહેવાલોનું માનીએ તો નિકએ ટિફની સ્ટોર ન્યૂયોર્કમાંથી પ્રિયંકા માટે એક સુંદર રિંગ ખરીદી છે. જો કે આ સમગ્ર હંગામા વચ્ચે આ જોડીએ હજુ સુધી કશું કહ્યું નથી.