Priyanka Chopra ના ઘરમાં નવા મહેમાનનું આગમન, સોશિયલ મીડિયા પર ફેન્સને આપી ખુશખબર
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) સેરોગેસી દ્વારા માતા-પિતા બની ગયા છે. અભિનેત્રી પ્રિયંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) ના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. બંને માતા-પિતા બની ગયા છે. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફેન્સને આપી છે. બાળકનો જન્મ સેરોગેસી દ્વારા થયો છે. પરંતુ હજુ તે વાત સામે આવી નથી કે તેને દિકરી આવી છે કે દિકરો.
પ્રિયંકાએ ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ
પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે સેરોગેસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. અમે આ વિશેષ સમયમાં તમારી પાસે સન્માનપૂર્વક પ્રાઇવેસીની અપીલ કરીએ છીએ, કારણ કે અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. ખુબ-ખુબ આભાર. આ પોસ્ટને નિક જોનસે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ખાસ તકે બોલીવુડના તમામ સેલિબ્રિટી પ્રિયંકા અને નિક જોનસને શુભેચ્છા આપી રહ્યાં છે.
'Taarak Mehta' ફેમ મુનમુન દત્તા દરરોજ રાત્રે કરે છે આ કામ, શું તમે જાણ્યું કે નહીં?
વર્ષ 2018માં કપલે કર્યા હતા લગ્ન
પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમ્મેદ પેલેસમાં હિન્દુ અને પછી ઈસાઈ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. લગ્ન બાદ પ્રિયંકા નિકની સાથે અમેરિકામાં રહે છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાએ પાછલા વર્ષે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી પોતાના પતિ નિકની સરનેમ જોનસને હટાવી લીધી હતી, ત્યારબાદ બબાલ શરૂ થઈ હતી. લોક અનુમાન લગાવવા લાગ્યા કે બંનેના સંબંધનો અંત આવવાનો છે. પરંતુ પ્રિયંકાના માતા મધૂ ચોપડાએ આ વાતને માત્ર અફવા ગણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube