મુંબઈ : નિક જોનસ સાથે લગ્ન પહેલાં પ્રિયંકા ચોપડાએ ન્યૂ યોર્કમાં પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું. ન્યૂ યોર્ક સિટીમાં ટિફનીના બ્લુ બોક્સ કેફેમાં નજીકના ખાસ મિત્રોને પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટી પ્રિયંકાની બહેનપણીઓ મુબિના રતનશી અને અંજુલા અચારિયાએ આપી હતી અને એમાં નિક જોનસનો ભાઈ કેવિન, કેવિનની પત્ની ડેનિયલ અને તેની પત્ની અલેના પણ શામેલ થયા હતા. આ સિવાય પાર્ટીમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા અને સાસુ ડેનિસ પણ ડાન્સ કરતી જોવા મળી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક..