પ્રિયંકા અને નિકના લગ્ન : આવી ગયા છે સૌથી પહેલાં ખાસ સમાચાર
દીપવીર પછી હવે આ જોડીના લગ્ન ચર્ચામાં છે
નવી દિલ્હી : ઇટાલીના લેક કોમો ખાતે યોજાયેલા દીપવીરના ચર્ચાસ્પદ લગ્ન પછી હવે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ જોડી 2 ડિસેમ્બર, 2018ના દિવસ રાજસ્થાનના ભવ્ય જોધપુરના ઉમેદ ભવન પેલેસેમાં લગ્નના બંધનમાં બંધાશે. પ્રિયંકા અને નિક 18 ઓગસ્ટ, 2018ના દિવસે મુંબઈમાં રોકા સેરિમની વખતે સગાઈના બંધનમાં બંધાયા હતા.
માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !
પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બર, 2018ના દિવસે છે પણ મહેંદી અને સંગીત જેવા ફંક્શન તો બે-ત્રણ દિવસ એડવાન્સમાં જ શરૂ થઈ જશે. Spotboye.comના રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ત્રણ દિવસ ચાલશે જેમાં સંગીતનું ફંક્શન 29 નવેમ્બર અને મહેંદીનું ફંક્શન 30 નવેમ્બરે યોજવામાં આવશે.
પ્રિયંકાના સંગીતના ફંક્શન વિશે મહત્વની માહિતી મળી છે કે આ ફંક્શનને કોરિયોગ્રાફર ગણેશ હેગડે કોરિયોગ્રાફ કરશે જેમાં નિક જોનાસ બોલિવૂડના ગીત પર ધમાલ ડાન્સ કરતો જોવા મળશે. આ સંગીત સેરિમનીમાં પ્રિયંકા ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરવાની છે.