Parineeti ની સગાઈ માટે દિલ્હી પહોંચી Priyanka Chopra, આ સમયે થશે પરી-રાઘવની સગાઈ
Parineeti Chopra Engagement: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા દિલ્હીમાં કપૂરથલા હાઉસમાં આજે સાંજે સગાઈ કરશે. આજે સવારે જ પ્રિયંકા ચોપડા પણ સગાઈમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચી ચુકી છે.
Parineeti Chopra Engagement: છેલ્લા ઘણા સમયથી પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની લવ લાઈફ ચર્ચામાં છે. હવે તેમના સંબંધો આગળ વધી રહ્યા છે અને આજે તેઓ દિલ્હીમાં સગાઈ કરી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા દિલ્હીમાં કપૂરથલા હાઉસમાં આજે સાંજે સગાઈ કરશે. જોકે આ સગાઈને લઈને પરિણીતી ચોપડા કે રાઘવ ચઢ્ઢાએ કોઈ જ ખુલાસો કર્યો નથી પરંતુ જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે તેને જોતા સ્પષ્ટ થાય છે કે આજે સાંજે બંનેની સગાઈ નક્કી છે. આજે સવારે જ પ્રિયંકા ચોપડા પણ દિલ્હી પહોંચી ચૂકી છે. રાઘવ અને પરિણીતીની સગાઈમાં બોલીવુડ, પોલિટિક્સ અને રમત જગતના દિગ્ગજ હાજરી આપશે.
આ પણ વાંચો:
Parineeti-Raghav ની સગાઈની તૈયારીઓનો Video આવ્યો સામે, આ છે સગાઈનું વેન્યૂ
લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D'cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ
15 વર્ષ પહેલા થઈ હતી Parineeti-Raghav ની પહેલી મુલાકાત, આ રીતે શરુ થઈ Love Story
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ નું ઓફિશિયલ કન્ફર્મેશન મળ્યું નથી પરંતુ જે રીતે તૈયારીઓ અને હલચલ જોવા મળે છે તેને લઈને એક વાત સ્પષ્ટ છે કે સગાઈની વાત માત્ર અફવા નથી. તેવામાં સામે એવું પણ આવ્યું છે કે સગાઈનું ફંક્શન આજે સાંજે પાંચ કલાકથી શરૂ થશે. સૌથી પહેલા સુખમણી સાહેબનો પાઠ થશે અને પછી છ વાગે સગાઈ થશે. સગાઈ પછી આ કપલ મીડિયા સામે આવશે.
આ સગાઈમાં હાજરી આપનાર મહેમાનોની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા પહેલા જ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ઉપરાંત કરણ જોહર પણ આ સગાઈમાં હાજરી આપશે. સાથે જ પરિણીતી ચોપડાની ખાસ મિત્ર અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ દિલ્હી આવી શકે છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન પણ આ સગાઈમાં હાજરી આપી શકે છે. સગાઈના કાર્યક્રમમાં 100 થી 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સગાઈ માટે પરિણીતી ચોપડા મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું આઉટફિટ પહેરશે. જ્યારે રાઘવ ચઢ્ઢા પોતાના મામા અને ડિઝાઇનર પવન સચદેવાએ ડિઝાઇન કરેલી શેરવાની પહેરશે.