Parineeti-Raghav ની સગાઈની તૈયારીઓનો Video આવ્યો સામે, આ છે સગાઈનું વેન્યૂ

Parineeti Chopra Raghav Chadha: સગાઈ પહેલા પરિણીતી ચોપડાનું ઘર પણ શણગારવામાં આવ્યું છે. સગાઈની ચર્ચાઓ વચ્ચે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સગાઈના વેલ્યુ પર થતી તૈયારીઓ જોવા મળે છે. 

Parineeti-Raghav ની સગાઈની તૈયારીઓનો Video આવ્યો સામે, આ છે સગાઈનું વેન્યૂ

Parineeti Chopra Raghav Chadha: છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના લીડર રાઘવ ચઢ્ઢા તેના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. બંનેની સગાઈ અને લગ્નને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી. તેવામાં આજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવા છતાં સગાઈને લઈને રાઘવ કે પરિણીતી ચોપડા તરફથી કોઈ જ જાતનું કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. પરંતુ સગાઈ પહેલા પરિણીતી ચોપડાનું ઘર પણ શણગારવામાં આવ્યું છે. જેને લઈને સગાઈની ચર્ચાઓએ વધુ જોર પકડ્યું. સગાઈની ચર્ચાઓ વચ્ચે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સગાઈના વેલ્યુ પર થતી તૈયારીઓ જોવા મળે છે. 

આ પણ વાંચો:

પરિણીતી અને રાઘવની સગાઈ પહેલા તેમની સગાઈ જે જગ્યાએ થવાની છે તે કપૂરથલા હાઉસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો કોઈ ફંક્શન માટે તૈયારી કરી રહ્યા છે જેમાં મોટા મોટા ટેબલ્સ ગોઠવવામાં આવી રહ્યા છે અને ગેટને પણ શણગારવામાં આવી રહ્યો છે સાથે જ એક ટ્રક પણ અંદર જોવા મળે છે. 

મહત્વનું છે કે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ક્લાસમેટ હતા. તેમની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થોડા સમય પહેલા પંજાબમાં થઈ હતી જ્યાં પરિણીતી એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી અને રાઘવ તેને મળવા ગયો હતો. ચર્ચાઓ છે કે રાઘવ અને પરિણીતીની સગાઈમાં 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ એવી પણ છે કે પ્રિયંકા ચોપડા પણ પરિણીતી ની સગાઈમાં હાજરી આપવા માટે અમેરિકાથી ભારત આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news