નવી દિલ્હી: બોલીવુડની ચર્ચિત અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ દેશ જ નહી, વિદેશમાં પણ ખૂબ નામ કમાઇ રહી છે. હોલીવુડ ફિલ્મોમાં પણ પ્રિયંકા પોતાના દમદાર અભિનયથી દબદબો બનાવ્યો છે. મિસ વર્લ્ડ ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી ચોપડાએ પોતાના બોલ્ડ અંદાજને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ ઘણીવાર ઇન્ટરવ્યુંમાં પોતાને લઇને ઘણા ખુલાસા કર્યા. તો બીજી તરફ પ્રિયંકાએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેમના અનેક રંગને લઇને તેમના પરિવારવાળા તેમને ખૂબ ચિડવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી સાઇટ bollywoodlife.com માં પ્રકાશિત એક સમાચાર અનુસાર પ્રિયંકા ચોપડાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના કઝિન તેમના રંગને લઇને તેમને કાળી, કાળી કહેતા હતા. પ્રિયંકા ચોપડાએ આ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે મારા કજિન ગોરા હતા. ફક્ત ઘરમાં હું જ ઘઉવર્ણી હતી. મારો રંગ મારા પિતા પર ગયો હતો. મારું પંજાબી ફેમિલી દરેક જણ મને કાળી કહે છે. જ્યારે હું 13 વર્ષની હતી તો મે ફેરનેસ ક્રીમ વડે રંગ સાફ કરવાનો પ્રયત્ન કર્યો.  
 
પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્ટરવ્યૂંમાં આગળ જણાવ્યું કે ''હું જ્યારે ઇંડસ્ટ્રીમાં પગ મુક્યો તો ખબર પડી કે હું સુંદર છું, પરંતુ મારેફેરનેસ ક્રીમની જાહેરાત ન કરવી જોઇએ. પછી આગળ મેં વિચાર્યું કે આ ખોટું છે. તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા વર્ષ 2019માં ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક'માં જોવા મળી હતી. હાલ પ્રિયંકાએ કોઇપણ બોલીવુડ ત્યારબાદ સાઇન કરી નથી. હાલ પ્રિયંકા ફક્ત હોલીવુડ પ્રોજેક્ટ પર ફોકસ કરી રહી છે. 'બેવોચ' 'ધ કિડ લાઇક જેક' જેવી હોલીવુડ ફિલ્મોમાં તે જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત પ્રિયંકા ક્વોંટિકો ટીવી શોમાં જોવા મળી હતી. 


હાલ પ્રિયંકા ચોપડા લોકડાઉનમાં પોતાન પતિ નિક જોનાસ સાથે પુરો સમય વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા પોતાના સેક્સી ફોટો સાથે પતિની સાથે રોમેન્ટિક ફોટો પણ ખૂબ શેર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube