નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના પિતા અશોક ચોપડાના જન્મદિવસ પર એક ભાવુક સંદેશ લખ્યો છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેમની એક તસ્વીર પણ પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તેમના પિતાનો હસ્તો ચહેરો જોવા મળી રહ્યો છે અને તેના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, 'દર વર્ષે આ દિવસે હું અને સિડ તમને સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં રહેતા હતા, પરંતુ અમે તેમ ન કરી શક્યા. તમે હંમેશા બધુ જાણી જતા હતા તેથી મને આશા છે કે તમે ગમે ત્યાં હોવ, તમને ખ્યાલ છે કે તમે દરેક દિવસે અમારી સાથે છો.'


પ્રિયંકાએ આગળ લખ્યું, 'હું જે પણ કરુ છું, તેમાં હું તમારા પ્રોત્સાહન વિશે વિચારુ છું. હું જે પણ કરુ છું તેના વિશે તમને પૂછુ છું. મારી સાથે જે પણ થાય છે, હું તમારા આશીર્વાદ માટે આભારી છું.'


વાંચો બોલીવુડના અન્ય સમાચાર