નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે દિલ્હી ખાતે આપેલા રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. રિસેપ્શન પછી પ્રિયંકાએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાજરી આપવા બદલ આભાર માન્યો હતો. પ્રિયંકાએ બુધવારે ટ્વીટર પર કહ્યું કે, 'આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હાર્દિક ધન્યવાદ. તેમણે પોતાની હાજરીથી અમારી શોભા વધારી. હું તમારા વિનમ્ર શબ્દો તેમજ આશીર્વાદથી પ્રભાવિત છું.'


શાહરૂખ અને સલમાનની 'ઇશ્કબાજી'એ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, 40 કલાકમાં મળ્યા વિચારી પણ ન શકાય એટલા વ્યૂઝ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નના રિસેપ્શનમાં ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એફડીસીઆઇ)ન અધ્યક્ષ સુનીલ શેટ્ટી સિવાય રિતુ કુમાર, રોહિત બાલ, અંજુ મોદી, જે.જે. વલાયા, રાઘવેન્દ્ર રાઠોડ, ગૌરવ ગુપ્તા, રોહિત ગાંધી અને રાહુલ ખન્ના જેવા ડિઝાઇનર જોવા મળ્યા છે. નિક અને પ્રિયંકાએ જોધપુરના શાહી ઉમેદ ભવન પેલેસમાં ત્રણ દિવસ સુધી લગ્નનો ભવ્ય કાર્યક્રમ ચાલ્યો હતો. અહીં હિંદુ અને કેથોલિક વિધિથી લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...