નવી દિલ્હી : હાલમાં પ્રિયંકા ચોપડા અને હોલિવૂડ પોપ સ્ટાર નિક જોનાસની સગાઈ થઈ છે. આ સગાઈ માટે ખુશીખુશી ભારત આવેલા જોનાસ પરિવાર પર મોટી મુસીબત આવી પડી છે. ન્યૂઝપેપર ડીએનએએ ટીએણઝેડના રિપોર્ટના સૌજન્યથી સમાચાર આવ્યા આપ્યા છે કે નિક જોનાસના પિતાની કંપનીએ દેવાળું ફુક્યું છે. નિકના પિતા પોલ જોનાસ રિયલ એસ્ટેટ કંપનીના માલિક છે. વેબસાઇટે આ સમાચાર કાયદાકીય  ડોક્યુમેન્ટના આધારે પબ્લિશ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ચોપરાના સસરા અને નિક જોન્સના પિતા પોલ જોનાસની રિયલ એસ્ટેટ કંપની પર 10 લાખ ડોલર (70870000 કરોડ રૂપિયા)થી પણ વધુનું દેવુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિક પાસે 2.5 કરોડ ડોલરની સંપત્તિ છે. તેણે મોટાભાગની કમાણી સોલો કલાકારમાં કરી છે, પરંતુ તે પોતાનું કરિયર અભિનયના ક્ષેત્રમાં પણ શરૂ કર્યુ છે અને હાલમાં જ ‘જુમાનજી’ની રિમેકમાં જોવા મળ્યા હતા.


નિકની કમાણી Daily Mail estimatesના એક રિપોર્ટ અનુસાર વાર્ષીક 25 મિલિયન છે. એટલે કે નિક વાર્ષિક 171 કરોડ રૂપિયા કમાય છે. અત્રે ઉંલ્લેખનીય છે કે આ આંકડો 1 June, 2016 થી 1 June, 2017 સુધીનો છે. જે તેની કમાણીનાં બહાર પડેલા રિપોર્ટ પર બેઝ્ડ છે. બીજી તરફ પ્રિયંકાની વાત કરીએ તો વર્ષ 2017નાં ફોર્બ્સનાં રિપોર્ટ અનુસાર પ્રિયંકા મોસ્ટ પાવરફુલ વુમેનની યાદીમાં 97માં નંબર પર હતી. આ રિપોર્ટમાં પ્રિયંકાની વાર્ષીક કમાણી 64 કરોડ રૂપિયા ગણાવાઇ છે. 


આ પ્રકારે ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહેલા આ કપની વાર્ષિક કમાણી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. 18 ઓગષ્ટના રોજ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની અને સગાઇ પાર્ટીનું આયોજન થું. હવે આ કપલની વેડિંગ ડેટ મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, કપલ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. લગ્નનું આયોજન ભારતમાં થશે અથવા તો અમેરિકા તે અંગે હજી સુધી કોઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...