KGF Chapter 3: સાઉથની ફિલ્મ કેજીએફ લોકોને ખુબ જ પસંદ આવી હતી. ત્યારબાદ કેજીએફ ચેપ્ટર 2 એ રીલિઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને ઘણા રેકોર્ડ તોડ્યા છે. જો કે, કેજીએફ 2 ના પ્રોડ્યુસરે હવે કેજીએફ ચેપ્ટર 3 અંગે મોટો ખુલાસો કર્યો છે. પ્રોડ્યુસર Vijay Kiragandur એ જણાવ્યું કે, કેજીએફ 3 ને એક મોટા લેવલ પર બનાવવામાં આવશે, જે માર્વેલ યુનિવર્સની ફિલ્મોની રેખાઓ પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, વિજય Hombale Films ના ફાઉન્ડર છે, જેમણે કેજીએફ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. વિજયે જણાવ્યું કે તે તેમની આ ફિલ્મને માર્વેલ સ્ટાઈલની ફ્રેન્ચાઈઝી બનાવવા માંગે છે. તેમણે એમ પણ ખુલાસો કર્યો કે કેજીએફના નવા ઇસ્ટોલમેન્ટની શુટિંગ ક્યારથી શરૂ થશે. વિજયે દૈનક ભાસ્કર સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, અમે માર્વેલ જેવા યુનિવર્સ બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. અમે અલગ અલગ ફિલ્મોમાંથી અલગ-અલગ પાત્ર ભેગા કરવા માંગીએ છીએ અને ડોક્ટર સ્ટ્રેન્જ જેવું કંઈક ક્રિએટ કરવા ઇચ્છીએ છીએ.


સોહેલ અન સીમાનું લગ્ન જીવન અંતના આરે, 24 વર્ષ બાદ આ કારણથી તૂટી રહ્યો છે સંબંધ


જેવું 'સ્પાઈડર મેન હોમ કમિંગ' અને 'ડોક્ટર સ્ટ્રેન્જ'માં થયું છે જેથી અમે વધારેમાં વધારે ઓડિયન્સ સુધી પહોંચી શકીએ. પ્રોડ્યુસર વિજયને પૂછવામાં આવતા કેજીએફ 3 નું શુટિંગ ક્યારે શરૂ થશે, તો તેમણે કહ્યું- ડાયરેક્ટર પ્રશાંત નીલ હાલમાં સાલાર ફિલ્મને લઇને વ્યસ્ત છે. ફિલ્મનું લગભગ 30 થી 35 ટકા શુટિંગ થઈ ગયું છે. નેક્સ્ટ શેડ્યુઅલ આગામી અઠવાડિયામાં શરૂ થશે. અમને આશા છે કે, ઓક્ટોબર અથવા નવેમ્બર સુધી ફિલ્મનું શુંટિગ પૂર્ણ થઈ જશે.


સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી સાથે જે કર્યું તે હું ક્યારે નહીં ભુલી શકું


ત્યારબાદ અમે કેજીએફ 3 નું શુટિંગ શરૂ કરશું. અમે વર્ષ 2024 માં આ ફિલ્મને રીલિઝ કરવાનો પ્લાન બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 એ દુનિયાભરમાંથી 1180 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યારે ફિલ્મના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 420 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, પ્રકાશ રાજ, શ્રીનિધિ શેટ્ટી અને રવીના ટંડન જેવા સ્ટાર્સે કામ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube