Sohail Khan Affair: સોહેલ અન સીમાનું લગ્ન જીવન અંતના આરે, 24 વર્ષ બાદ આ કારણથી તૂટી રહ્યો છે સંબંધ

Sohail Khan Affair: લગ્ન જીવનના 24 વર્ષ પસાર કર્યા બાદ હવે સોહેલ ખાન અને સીમા ખાન છૂટા થવા જઈ રહ્યા છે. આ સંબંધને તોડવા પાછળ એક બોલીવુડ એક્ટ્રેસનો હાથ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આ નામને તમે પણ જાણો છો. 

Sohail Khan Affair: સોહેલ અન સીમાનું લગ્ન જીવન અંતના આરે, 24 વર્ષ બાદ આ કારણથી તૂટી રહ્યો છે સંબંધ

Sohail Khan Affair: બોલીવુડ એક્ટર સોહેલ ખાન આખરે તેના 24 વર્ષના લગ્ન જીનવને તોડવા જઈ રહ્યો છે. હાલમાં સીમા ખાન અને સોહેલ ખાનને બાંદ્રા કોર્ટ બહાર સ્પોટ કરવામાં આવ્યા. કોર્ટમાંથી બહાર નિકળતા સમયે બંનેએ પોતાનો માર્ગ અલગ કરી લીધો હતો, પરંતુ શું તમે જાણો છો કે વિવાહિત હોવા છતા સોહેલ ખાનનું નામ એક બોલીવુડ એક્ટ્રેસ સાથે ચર્ચામાં આવ્યું હતું. આ બંનેને અવારનવાર એક સાથે સ્પોટ કરવામાં આવે છે.

સોહેલ ખાન અને સીમાએ વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. સોહેલ અને સીમાની સ્ટોરી પહેલી નજરના પ્રેમ જેવી જ છે. સોહેલ ખાને જ્યારે સીમાને પહેલી વખત જોઈ ત્યારે તે પસંદ કરવા લાગ્યો હતો. ત્યારબાદ બંને એ સંબંધને આગળ વધાર્યો. જો કે, બંને એ નિકાહ કરતા પહેલા આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નથી સીમાનો પરિવાર ખુશ ન હતો પરંતુ બાદમાં પરિવારે સોહેલ ખાન અને સીમા ખાનના સંબંધને પોતાની મંજૂરી આપી હતી.

જો કે, લગ્નના થોડા વર્ષો બાદ બોલીવુડ એક્ટર સોહેલ ખાનનું નામ અચાનક બોલીવુડની એક્ટર હુમા કુરેશી સાથે જોડાવવા લાગ્યું. સોહેલ ખાન અને હુમા કુરેશીના અફેરની ચર્ચાએ બોલીવુડની ગલીઓમાં હંગામો મચાવ્યો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સીમા ખાન અફેરના સમાચારથી ઘણી દુ:ખી હતી અને આ કારણથી બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. સીમા ખાન ઘણા સમયથી સોહેલથી અલગ રહે છે.

સોહેલ અને સીમાના સંબંધની હકિકત ત્યારે સામે આવી જ્યારે નેટફ્લિક્સ શો Fabulous Lives Of Bollywood Wives રિલીઝ થયો. આ શોમાં આ વાતને સ્પષ્ટ કરવામાં આવી હતી કે સોહેલ અને સીમા અલગ-અલગ રહે છે. સીમાએ એવું પણ કહ્યું કે, તેના અને સોહેલના લગ્ન અનકન્વેન્શનલ છે. એટલું જ નહીં એક એપિસોડમાં તેમનો પુત્ર નિર્વાણ આ મામલે ફરિયાદ કરતો પણ જોવા મળ્યો હતો. શોમાં નિર્વાણ યુએસએથી પરત આવ્યો હતો અને સીમાએ તેને પોતાના ઘરમાં રહેવા માટે કહ્યું હતું, પરંતુ નિર્વાણ સોહેલ સાથે રહેવા માંગતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news