નવી દિલ્હી :  કોમેડીનો કિંગ કપિલ શર્મા લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવવા માટે હાજર છે. કપિલ પોતાના શો 'ધ કપિલ શર્મા'ની બીજી સિઝન લઈને આવી રહ્યો છે. આ સિઝનનો પ્રોમો સોની ટીવીએ રિલીઝ કર્યો છે. 20 સેકંડના આ વીડિયોમાં સલમાન ખાન અને રણવીર સિંહ જોરજોરથી હસતા દેખાઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ પ્રોમો સાથે એક કેપ્શન આપવામાં આવ્યું છે ; આખા ભારતને હસાવવા આવી રહ્યો છે #thekapilsharmashow. આ વીડિયોમાં સલમાન અને રણવીર સિવાય સોહેલ ખાન, સલીમ ખાન અને 'સિમ્બા'ની ટીમ દેખાઈ રહી છે. કપિલનો આ શો વીકએન્ડમાં ઓન એર થઈ શકે છે. 


શું કામ અમિતાભ અને આમિર લોકોને જમણવારમાં પીરસતા હતા થાળી ? અભિષેકે જણાવ્યું કારણ


કપિલ શર્માએ હાલમાં 12-13 ડિસેમ્બરે પોતાની ફિયાન્સે ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે. આ બંને છેલ્લા અનેક વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. કપિલ શર્માના પ્રોડક્શન હાઉસે આ લગ્ન યુ ટ્યૂબ પર લાઇવ કર્યા હતા જેને હજારો લોકોએ જોયા છે. જાલંધરમાં લગ્ન કર્યા પછી કપિલે પોતાના હોમ ટાઉન અમૃતસરમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...