મુંબઈ : ભોજપુરી ફિલ્મમાં ધમાકેદાર એક્ટિંગ કરીને પોતાની છાપ છોડવામાં સફળ સાબિત થયેલી હિરોઇન મોનાલિસાએ જ્યારથી સલમાન ખાનના શો ‘બિગ બોસ 10’માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેના સિતાર બુલંદી પર છે. મોનાલિસાના હાથમાં નવાનવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. બિગ બોસ પછી મોનાલિસા કોમેડી શો ‘ધ કોમેડી દંગલ’ અને ‘નચ બલિયે’માં જોવા મળી હતી. હવે તે સ્ટાર પ્લસના નવા શો ‘નજર‘ મારફતે ધમાલ મચાવવાની તૈયારીમાં છે. 


હાલમાં સિરિયલનો ફર્સ્ટ લુક તેમજ પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ સિરિયલનો પ્રોમો રિલીઝ થયો છે. આ ટીઝરમાં મોનાલિસાનો ડરામણો લુક કોઈના પણ હોશ ઉડાવી શકે છે. આ સિરિયલમાં મોનાલિસા ડાકણના રોલમાં જોવા મળશે અને તેને ઉંધા પગે રાઠૌરપરિવારમાં દાખલ થતી દેખાડવામાં આવી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...