મુંબઈ : બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ "ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક"ના હીરો વિકી કૌશલે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા ટેરર હુમલા વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે આ હુમલાને ભુલવો કે માફ ન કરવો જોઈએ. વિકી કૌશલ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA) અને 48 Hour Projectના 'Act Fest 2019' ખાતે વાત કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ભારતે હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ? એવા સવાલના જવાબમાં વિકી કૌશલે કહેવા માટે આ સવાલનો જવાબ આપવા માટે હું લાયક નથી. આ કરવું જોઈએ અને તે કરવું જોઈએ એમ કહેવું સહેલું છે પણ પરિસ્થિતિ ધારીએ એટલી સરળ નથી. આ મામલે સરકાર જ ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. 


અમિતાભ બચ્ચને પુલવામાના શહીદો માટે ખોલી દીધી તિજોરી, કરી મોટી જાહેરાત


‘ઉરી’ના ડાયરેક્ટર આદિત્ય ધરે પણ પુલવામાની ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. વેબસાઈટ પિંકવિલા સાથે વાતચીત કરતા આદિત્યએ જણાવ્યું હતું કે, દેશના જવાનો પર થયેલો આ હુમલો ખુબ જ દુઃખદ છે. ઉરી ફિલ્મ બાદ આ હુમલો મને ખૂબ હચમચાવી ગયો છે. મને અંગત રીતે લાગી આવ્યું છે. મે મારા ભાઈઓ ગુમાવ્યા હોય એવું મને લાગે છે. ભારત સરકારે હવે નક્કી કરી લેવું જોઈએ કે આ ભયાનક આતંકી હુમલાઓને રોકવા માટે અસરકારક પગલાઓ ભરવામાં આવે. ભારતે પાકિસ્તાન પર એક દબાણ ઊભુ કરવું જોઈએ. આવી કાયરતાપુર્ણ ઘટનાને સહન ન કરી શકાય. આ પછી ભારતે પોતાના તમામ સંબંધો તોડી નાંખવા જોઈએ અને પાકિસ્તાનને વિખુટુ પાડી દેવું જોઈએ.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...