Pushpa 2 Teaser: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પુષ્પા ટુ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આ વર્ષે અથવા તો આવનારા વર્ષમાં રિલીઝ થશે. જોકે ફેન્સની આતુરતા ફિલ્મ મેકર્સે વધારી દીધી છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર પુષ્પા 2નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં અલ્લુ અર્જુન ખૂબ જ ખતરનાક લુકમાં જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અમિતાભ બચ્ચનની હાલતમાં કોઈ સુધારો નહીં, એક મહિનાથી સહન કરી રહ્યા છે પીડા


'રંગીલા'ના સેટ પર રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલાને મારી હતી જોરદાર થપ્પડ


ઐશ્વર્યા-અભિષેકના લગ્નજીવનમાં વાગી ખતરાની ઘંટી! છૂટાછેડાની ચર્ચાએ પકડ્યું જોર


ટીઝરની શરૂઆત પુષ્પાને શોધવાની લઈને થાય છે. શહેરમાં, ખેતરમાં, જંગલમાં બધી જ જગ્યાએ પોલીસ પુષ્પાને શોધી રહી છે. કારણ કે પુષ્પા ગાયબ છે. લોકો માટે પુષ્પા મસીહા છે પરંતુ પોલીસ માટે ચોર છે. પુષ્પાને ચાહનારા લોકો તેના નામના નારા લગાવે છે અને પોલીસ તેના ઉપર લાઠી ચાર્જ કરે છે. સાથે જ પૂછે છે કે પુષ્પા ક્યાં છે ?


 



તેવામાં પુષ્પાનો ભયંકર લુક સામે આવે છે. પુષ્પા એક્ટર ખૂબ જ અલગ લુકમાં જોવા મળે છે. ફિલ્મના પોસ્ટરમાં જોઈ શકાય છે કે પુષ્પા ગળામાં લીંબુની માળા, ફુલના હાર અને હેવી જ્વેલરી પહેરી ઉભો છે. તેની આંગળીઓમાં સોનાની રીંગ છે અને હાથમાં બંગડી. તેણે સાડી પહેરી છે અને નાકમાં નથડી છે. સાથે જ તેના શરીરનો રંગ બ્લુ છે. 


અલ્લુ અર્જુનના જન્મદિવસ પર પુષ્પા 2નું ટીઝર અને પોસ્ટર તો રિલીઝ કરવામાં આવ્યું પરંતુ હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. જોકે આ ટીસર અને પોસ્ટર જોઈને પુષ્પાના ચાહકો ની એક્સાઈટમેંટ વધી ગઈ છે. પુષ્પા ટુ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.