Pushpa 2: ભવ્ય રીતે રિલીઝ કરાશે પુષ્પા 2 નું ટ્રેલર, ભારતના અલગ અલગ શહેરોમાં આ તારીખે ઇવેન્ટનું થશે આયોજન
Pushpa 2: પુષ્પા ટુ ફિલ્મના ટ્રેલર લોન્ચની ઇવેન્ટ ને લઈને એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા કયા શહેરોમાં ટ્રેલર લોન્ચની ભવ્ય ઇવેન્ટ નું આયોજન થવાનું છે.
Pushpa 2: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ટુ ધ રુલ આગામી મહિનામાં સિનેમા ઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલર લોન્ચને લઈને એક જોરદાર યોજના બનાવી છે. આજ સુધી કોઈપણ ફિલ્મનું ટ્રેલર આ રીતે લોન્ચ નહીં થયું હોય. પુષ્પા ટુ ફિલ્મને લઈને લોકોમાં જે ક્રેશ છે તેને જોઈને નિરમાતાઓએ ફિલ્મના ટ્રેલરને ભવ્ય રીતે લોન્ચ કરવાનું આયોજન કર્યું છે. જેના માટે ભારતના અલગ અલગ શહેરોમાં એક ખાસ ઇમેંટનું આયોજન થશે અને તેમાં પુષ્પા ટુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: Athiya Shetty: આ અભિનેત્રી પણ છે પ્રેગનેન્ટ, સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ કરી શેર
પુષ્પા ટુ ફિલ્મના ટ્રેલર લોન્ચની ઇવેન્ટ ને લઈને એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા કયા શહેરોમાં ટ્રેલર લોન્ચની ભવ્ય ઇવેન્ટ નું આયોજન થવાનું છે. પુષ્પા ફિલ્મનું ટ્રેલર કલકત્તા, કોચી, ચેન્નઈ, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. આ પોસ્ટ પરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મના નિર્માતા ભવ્ય રીતે પેન ઇન્ડિયા ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો:વરૂણ ધવન અને સમંથાની લિપ કિસએ ઇન્ટરનેટ પર લગાવી આગ, ધડાધડ શેર થઈ રહ્યો છે આ વીડિયો
અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ટુ ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ લોકોમાં તેનો ક્રેઝ પણ વધી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મને લઈને એક અન્ય રસપ્રદ જાણકારી પણ સામે આવી છે. આ જાણકારી અનુસાર ફિલ્મમાં અભિનેત્રી શ્રીલીલા અલ્લુ અર્જુન સાથે એક ડાન્સ નંબર કરતી જોવા મળશે. ચર્ચાઓ એવી પણ છે કે ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અથવા તો તૃપ્તિ દીમરિ પણ અલ્લુ અર્જુન સાથે ડાન્સ નંબર કરવાની છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા 2 ફિલ્મ વર્ષ 2021 માં આવેલી પુષ્પા ધ રાઈઝ ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી લોકો પુષ્પા ટુ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ટુ ફિલ્મ 500 કરોડ રૂપિયાના બજેટ પર બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે.