Pushpa 2 માં અલ્લુ અર્જુનથી ટકરાશે આ ખતરનાક વિલન, આ હોટ એક્ટ્રેસે લીધી સામંથાની જગ્યા
Pushpa: The Rule: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ `પુષ્પા: ધ રાઈઝ`ની સફળતા બાદ હવે લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ફિલ્મને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
Pushpa: The Rule: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'નો જાદુ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે. ફિલ્મના ડાયલોગથી લઇને ગીતો સુધી, દરેક વસ્તુએ લોકોના દિલમાં જગ્યા બનાવી દીધી છે. એવામાં દર્શક અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મનો બીજો પાર્ટ એટલે કે 'પુષ્પા: ધ રૂલ'ને લઇને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોટ્સ અનુસાર હવે પુષ્પારાજને ટક્કર આપવા માટે ફિલ્મના મેકર્સને વિલન મળી ચુક્યો છે.
વિજય સેતુપતિ હશે વિલન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'પુષ્પા: ધ રૂલ' માટે છેલ્લા ઘણા દિવસોથી હૈદરાબાદના જુબલી હિલ્સમાં ઓડિશન ચાલી રહ્યા હતા. હવે મેકર્સને જાણીતા એક્ટર વિજય સેતુપતિને વિલન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડીએ ફેન્સે ખુબ જ ઇન્ટરટેન કર્યા હતા. બીજા પાર્ટમાં પણ આ બંનેની જોડી ફરી જોવા મળશે.
કાલીના પોસ્ટર વિવાદોમાં ઘેરાયેલી લીનાની આ છે સંઘર્ષ ગાથા, મામા સાથે થવાના હતા લગ્ન
પુષ્પા: ધ રાઈઝના સુપરહિટ સોન્ગ 'ઉ અંટાવાં'માં સામંથા રુથ પ્રભુએ તેના ઠુમકાથી લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા: ધ રુલ'માં પણ જબરદસ્ત ડાન્સ નંબર થવાનો છે પરંતુ આ વખતે સામંથા રુથ પ્રભુની જગ્યાએ બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી લોકોને એન્ટરટેન કરશે. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે, 2023 માં રીલિઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube