નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ 'રાઝી' મે મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગત કેટલાક સમયથી ચર્ચામાં છે અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ઘણી ભૂમિકાઓમાં જોવા મળી રહી છે અને આ બધી ભૂમિકાઓને એક વ્યક્તિ તરીકે ભજવતાં જોવી ખૂબ રસપ્રદ રહેશે. જોકે આ ફિલ્મમાં આલિયા એક પુત્રી, પત્ની અને જાસૂસ તરીકે જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાહુબલી પ્રભાસ કોની સાથે લગ્ન કરવાનો છે? કોણ છે તે અને શું છે હકીકત? જાણો


અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની કહાણી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની કહાણી હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર આધારિત છે અને ફિલ્મની કહાણી રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરી 'સહમત'નું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે. વિક્કી રાઝીમાં એક પાકિસ્તાની સેના અધિકારીની ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆતમાં આલિયા એક સીધી સાદી સામાન્ય છોકરીની માફક નજરે પડે છે પરંતુ ધીરે ધીરે તેની જીંદગીમાં ફેરફાર આવે છે. અહીં જુઓ ટ્રેલર- 


બોલિવૂડના આજના દિવસના સૌથી મોટા ન્યૂઝ શાહિદ અને મીરાંના, ચર્ચા છે કે...

ટ્રેલરના કેટલાક ડાયલોગ્સ તમને ખૂબ ગમશે. જેમ કે ટ્રેલરના અંતમાં આલિયા કહે છે કે 'વતન કે આગે કુછ નહી, ખુદ ભી નહી.' આ ઉપરાંત ટ્રેલર જોયા બાદ તમે પણ આલિયાના ફેન બની જશો. તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિદેશન મેઘના ગુલઝારે કર્યું છે. ફિલ્મનું ટ્રેલર તમને ખૂબ રસપ્રદ લાગશે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ઘર્મા પ્રોડક્શન અને જંગલી પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. 'રાઝી' મેના રોજ રિલીઝ થશે.