નવી દિલ્હીઃ Parineeti Raghav Engagement: અભિનેત્રી પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13મી મેના રોજ સગાઈ કરી લીધી હતી. તેમની સગાઈને લઈને તેમના ઘરને શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા મહેમાનોએ તેમની સગાઈમાં હાજરી આપી હતી. સગાઈ બાદ બંનેની તસવીરો સામે આવી છે. સગાઈના અવસર પર બાંદ્રામાં પરિણીતીના ઘરને સજાવવામાં આવ્યું છે, તેવી જ રીતે દિલ્હીમાં રાઘવના ઘરને પણ લાઇટ્સ અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આ દરમિયાન મહેમાનો સાથે તેમની સગાઈમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરાથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની સગાઈમાં પહોંચ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube