નવી દિલ્હી: લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે ખૂબ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. TMKOC શોના દરેક પાત્ર સાથે દર્શકો એક ખાસ પ્રકારનું જોડાણ અનુભવે છે. જો તમે પણ આ શોના ડાઈ હાર્ડ ફેન છો તો તમને એ વાત ખબર જ હશે કે રિટા રિપોર્ટરે હાલમાં જ બીજીવાર લગ્ન કર્યા છે. આ લગ્નમાં આખી ટપુ સેના પહોંચી પરંતુ ગેંગના મહત્વના સભ્ય એટલે કે ટપુની ગેરહાજરી ઉડીને આંખે વળગી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટપુનો અત્તો પત્તો નહીં
રિટા રિપોર્ટરના લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ પહોંચી હતી. પરંતુ આ લગ્નમાં ટપુ અને બબીતાજી જોવા ન મળ્યા. રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી અભિનેત્રી પ્રિયા આહુજાને ટપુ સેના સાથે કઈક વધુ પડતો જ લગાવ છે. લગ્નમાં ટપુ સેના પણ પહોંચી હતી. શોમાં અગાઉ સોનુનું પાત્ર ભજવતી અભિનેત્રી નિધિ ભાનુશાળી પણ પહોંચી પણ તેનું સ્વરૂપ જોઈને બધા ડઘાઈ ગયા. ટપુનો તો કોઈ અત્તો પત્તો જ નહતો. 


PICS: આ હોટ અભિનેત્રી બનશે આલિયાની દેરાણી!, બોલ્ડનેસમાં તો ભલભલી અભિનેત્રીઓ તેની આગળ પાણી ભરે


ખુબ ખુશ જોવા મળી પ્રિયા
અત્રે જણાવવાનું કે પ્રિયા આહુજા અને માલવ રાજડાએ શનિવારે એટલે કે 20 નવેમ્બરે પોતાના લગ્નની 10મી વર્ષગાંઠ ઉજવી. આ અવસરે તેમણે એકવાર ફરીથી સાત ફેરા લીધા અને દરેક રસ્મ નિભાવી. પ્રિયા આહુજાએ પોતાના લગ્નના અનેક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરો શેર કરીને તેણે લખ્યું કે પરીઓની વાર્તા આખરે સાચી પડી. લગ્નમાં પ્રિયાનો 2 વર્ષનો પુત્ર પણ સામેલ થયો હતો. પ્રિયાનો પુત્ર પણ લગ્નને ખુબ માણી રહેલો જોવા મળ્યો.


PICS: આલિયાએ પહેર્યું એટલું વિચિત્ર બ્લાઉઝ, લોકોએ સોશિયલ મીડિયામાં કરી જબરદસ્ત ટ્રોલ


માલવ શોના દિગ્દર્શક છે
પ્રિયા આહુજા રાજડાના પતિ માલવ રાજડા ગુજરાતી દિગ્દર્શક છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની (Taarak Mehta) સાથે પણ ચીફ ડાયરેક્ટર તરીકે જોડાયેલા છે. લગ્નની રસ્મો નિભાવ્યા બાદ પ્રિયા આહુજા અને માલવ રાજડાએ લગ્નમાં સામેલ થયેલા મહેમાનો સાથે પોઝ આપ્યા. આ દરમિયાન બંને ખુબ જ ખુશ જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube