મુંબઈ : રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે સોમવારે સવારે 4  વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાસ લેવામાં સમસ્યા હતા. તેઓ કપૂરપરિવારના સૌથી સિનિયર હતા. કૃષ્ણા રાજ કપૂરના પાંચ બાળકો છે. તેમના રાજ કપૂર સાથે 1946માં લગ્ન થયા હતા. તેઓ રણધીર, રાજીવ, રિમા અને રિતુની માતા તેમજ કરીના, રણબીર, રિદ્ધિમા અને કરિશ્મા કપૂરના દાદી હતા. 87 વર્ષની વયે પણ તેઓ બહુ એક્ટિવ હતા. થોડા સમય પહેલાં જ તેમને દીકરા રિશી કપૂરના બર્થ-ડે સેલિબ્રેશન માટે પેરિસમાં જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1988માં રાજ કપૂરના નિધન પછી તેમણે આખા પરિવારને એકસુત્રથી બાંધી રખ્યો અને પાંચ બાળકોની જવાબદારી ઉપાડી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે.


રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ દાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને પોતાની લાગણી વ્યક્ત કરીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...