નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુસીબતો વધી શકે છે. મુંબઈ પોલીસને તેમના વિરુદ્ધ વધુ ત્રણ ફ્રોડ મામલે ફરિયાદો મળી છે. આ અગાઉ તેમના વિરુદ્ધ મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ નોંધાયેલી છે. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ મામલે ફેશન ટીવીના ઓલ ઈન્ડિયા હેડ અલી કાશિફ ખાન મુખ્ય આરોપી છે. મુંબઈ પોલીસ આ તમામ ફરિયાદોની એક સાથે તપાસ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ નોંધાયો હતો મામલો
અત્રે જણાવવાનું કે હાલમાં જ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ચિટિંગનો મામલો નોંધાયો હતો. ફરિયાદકર્તાએ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે જુલાઈ 2014થી લઈને અત્યાર સુધીમાં મેસર્સ એસએફએલ પ્રાઈવેટ કંપનીના ડાઈરેક્ટર શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ, અને તેના સાથીઓએ ચિટિંગ કરી છે. 


Chandra Grahan 2021: હંમેશા અશુભ નહીં...શુભ ફળ પણ આપે છે ચંદ્રગ્રહણ, આ વખતે આ રાશિઓને કરાવશે ખુબ લાભ


એક બિઝનેસમેને લગાવ્યો હતો આરોપ
મુંબઈના એક બિઝનેસમેને આ કપલ અને એસએફએલ ફિટનેસ કંપનીના દિગ્દર્શક કાશિફ ખાન પર 1.51 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. મુંબઈના આ બિઝનેસમેનની ફરિયાદો બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર મુંબઈની બાન્દ્રા પોલીસે આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ મામલો નોંધી લીધો હતો. પરંતુ હવે આ કપલ વિરુદ્ધ વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ આ બંનેની મુસીબતો વધતી જોવા મળી રહી છે. 


Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો


પોર્નોગ્રાફી કેસમાં થઈ હતી જેલ
રાજ કુન્દ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને અપલોડ કરવાના કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહી ચૂક્યો છે. રાજ કુન્દ્રાને હાલ જામીન પર છોડવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજે મીડિયાથી અંતર જાળવી રાખ્યું. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલિટ કર્યા. રાજ અને શિલ્પાની જિંદગી ધીરે ધીરે પાટા પર ચડવાની શરૂ જ થઈ હતી. બંને હાલમાં જ એક મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે એકવાર ફરીથી શિલ્પા અને રાજ પર આરોપોની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube